________________
Shri Mahavir Jain Aradhana Kendra
કેવી મનોવૃત્તિ ! સ્વમાં સર્વસ્વ હોય છે
www.kobatirth.org
પ્રવચન પરાગ
૧૨૫
દેવી હતી. પછી મુલ્લા સવા રૂપિયામાં માગે છે તો પણ એ તૈયાર થઈ જાય છે. તે કહે છે : પૈસા નથી તો સાવ ઓછી કિંમતે આપું છું.' મુલ્લા વિચારમાં પડી જાય છે. દુકાનદાર કહે છે : વિચાર શું કરો છો ? પૈસા નથી ? મફત લઈ જાઓ. મુલ્લો કહે છે : ‘મફતમાં જ આપો છો તો એક નહીં બે આપો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપે ધર્મ શબ્દ પકડી લીધો પણ તેનું રહસ્ય જો ન સમજ્યા તો અંદરનો ચેક ગાયબ અને માત્ર કવર બાકી રહેશે.
-
ધર્મનો આશય છે ‘સ્વ’માં સર્વનો સમાવેશ કરવો. તમારામાંથી ‘સ્વ’ રહી ગયો ને સર્વસ્વ ચાલ્યું ગયું છે, સ્વયંનો જ વિચાર સતત કરવા માંડ્યા. મારો સંસાર, મારો પરિવાર, તેની આસપાસ જ મન ઘૂમવા લાગ્યું – ‘સ્વ’ માટે શિવમ્ છે, બીજા માટે નહીં. ‘શિવમસ્તુ સર્વ જગતઃ' સર્વના સુખમાં સ્વયંનું સુખ છુપાયેલું છે.
સર્વ સુખી તો આપણો પરિવાર અને આપણે પણ સુખી.
ધર્મની દૃષ્ટિ ખૂબ વિશાળ છે.
ભટ્ટજી ગાય ખરીદે છે ૨૫ રૂપિયામાં. તે પોતે જ ગાયની ખૂબ ખૂબ પ્રશંસા કરે છે. કેવી ખૂબસૂરત ગાય છે ? તેના પાંવ કેવા ! કેવી તંદુરસ્ત અને કેટલી સસ્તી ! ગાયવાળો હોશિયાર હતો. તે ભટ્ટજીની વાત સમજી ગયો. તેની મૂર્ખતા સમજે છે. ભટ્ટને થયું, મારા જેવા હોશિયાર તો કોઈ પણ નથી.
ઠગનારો સ્વયં ઠગાય છે
જગતમાં જે ઠગે છે, તે સ્વયં ઠગાય છે.
ભટ્ટ માનવા લાગ્યો, મેં વેપારીને ઠગ્યો છે. તેને કાંઈ ખબર નથી. તે પોતાના ગામમાં ગાય લાવે છે. લોકોને આશ્ચર્ય થાય છે. તે પૂછે છે, ભટ્ટજી, ‘આપ બહુ જ સરસ ગાય લાવ્યા છો ને છતાંય સસ્તી ?' ભટ્ટ કહે છે : મારા જેવો કોઈ હોશિયાર નથી. તેનાં કેવાં મરોડદાર સીંગ છે તેનાં આંચળ કેવાં ભરાવદાર ! કેવું માથું ! અરે ૨૦૦ રૂપિયામાં લેવા જાઓ તોય એવી ગાય નહીં મળે !' ‘તમે કેવી રીતે લઈ આવ્યા આટલી સસ્તી ?’ ‘અરે એમાં શી બહાદુરી છે ? મારા જેવી ગાય કોઈ નહીં લાવી શકે !' પ્રત્યેકમાં જે અહંકાર હોય છે, બુદ્ધિનો ગર્વ હોય છે જે હું કરું છું તે ઉત્તમ કરું છું. ત્યાં માનવી જીવનમાં ગુલાંટ ખાઈ જાય છે.
For Private And Personal Use Only
-
લોકો કહે છે : ‘ભટ્ટજી, આપ તો ગાય સુંદર લાવ્યા છો, સસ્તી લાવ્યા છો પરંતુ એ દૂધ કેટલું દે છે ?’
ભટ્ટ : ‘એની તો મને ખબર નથી.’