________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
પરિગ્રહ–સંગ્રહનો ત્યાગ. આવાં ૧૮ પાપોનો સ્વીકાર કરીને ‘મિચ્છામિ દુક્કડમ્’ કરાય છે.
‘મિચ્છામિ દુક્કડમ્' બોલનારને પણ સાંજના જોશો તો કેટલા પ્યારથી એ સાહેબ નોટો ગણતા નજરે પડે છે. અતિ પ્રસન્નતાથી જો તે ચાલ્યું જાય તો આશીર્વાદ અને જો રહી જાય તો સર્વનાશ.
‘મિચ્છામિ દુક્કડમ્’ વેદના છે, હ્રદયનું રુદન છે, તેમાં હૃદયનો ભાવ પ્રગટ થાય છે. પરંતુ ઘરથી દુકાન અને દુકાનથી ઘર રખડતા રહેવું, ગમે તે રીતે લક્ષ્મી આવતી રહે એ જ આશય પરમાત્માને ન જોવો, તેને વંદન કરવું તે સાવ
ઔપચારિક બને છે.
પરમાત્માના આદેશ વિરુદ્ધ કરેલા આચરણથી પરમાત્મા કઈ રીતે પ્રાપ્ત થઈ
શકે?
બડા મુલ્લા ફૂલોનો વ્યાપારી હતો. બહારગામથી ફૂલ લાવીને શહેરમાં.વેચતા હતા. એક વાર ફૂલ લઈને આવતા હતા. વરસાદના દિવસો હતા ! ફૂલ લઈ શહેરના દરવાજા સુધી પહોંચ્યો જ હતો ને તેને ડીસેટ્રી થઈ ગઈ ! હવે શું કરવું ? ત્યાં તો ગીરીબી–અમીરી નથી ચાલતી ! તે દરવાજા બહાર બેસી ગયો. અને તેના પર ફૂલો ઓઢી લીધાં. ત્યાં સામેથી શહેરનો કોટવાલ ઘોડા ઉપર બેસીને આવતો જોયો. મુલ્લા ગભરાઈ ગયા. તેને લાગ્યું : મેં તો ગંદકી કરી છે, હવે એ મને મારશે.’
બૌદ્ધિક વિશેષતા મુલ્લામાં બહુ હતી. બુદ્ધિમાન ક્યાંય પણ જાય, તે પાછો નહીં પડે. અકબરના દરબારમાં દૌલત નામનો એક નોકર હતો. એક વાર અકબર એના પર ખૂબ નારાજ થઈ ગયો. તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. તે લાચાર બની ગયો. તે રોતોકકળતો બિરબલ પાસે ગયો અને તેને કહ્યું : હું ભૂખ્યો મરી જઈશ. નોકરી પર મને પાછો લઈ લો ! બિરબલે ઉપાય બતાવ્યો અને કહ્યું કે હું કહું તે કરજે. શુભ પ્રસંગ પર અકબર પાસે જઈને શું કરવું તે સરસ રીતે સમજાવી દીધું.
ઇદ–મિલનનો દિવસ આવ્યો. આ અવસર પર દૌલત અકબર પાસે પહોંચી
ગયો.
બિરબલે એને બરાબર પાઠ ભણાવ્યો હતો. તે તો સવારમાં જ ત્યાં પહોંચી ગયો. ત્યાં અકબરે અંદરથી જ દૌલતને જોયા વિના પૂછ્યું : ‘કોણ છે ?’ બહારથી દૌલત બોલ્યો : ‘જહાંપનાહ, હું તો દૌલત છું, આપ કહો તો આવું, આપ કહો તો જાઉં !' અકબરે એવું વિચાર્યું કે આજનો શુભ દિવસ. સવારનો સમય – હું કેમ કહું કે દૌલત જાય ! આજે તો દૌલત આવી જાય.
અક્બરે કહ્યું : દૌલત તો આવી જાય ! બુદ્ધિની પ્રતિભા ! કોટવાલને જોઈને મુલ્લાએ વિષ્ય પર ફૂલ વિખેરી દીધાં !
For Private And Personal Use Only