Book Title: Pravachana Parag
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 143
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ હું ચિંતનમાં આનંદમગ્ન છું. કોઈ જિજ્ઞાસા થાય અને આપ એ જાણવા માટે આવીને બેસો તો મન પ્રસન્નતાથી ખીલી ઊઠે. પરંતુ કારણ વિના આવશો તો, તેનાથી હું અલગ રહેવા માગું છું – સાધુનું જીવન તો ગૃહસ્થજીવનથી વિપરીત છે. - જે સાધુનું ભૂષણ છે એ તમારું દૂષણ છે. અને જે સાધુનું દૂષણ તે ગૃહસ્થનું ભૂષણ. મતલબ કે ગૃહસ્થીનો અલ્પ પરિચય સાધુને માટે યોગ્ય છે, પરંતુ ગૃહસ્થનો વિશેષ પરિચય તો સાધુનું પતન છે. સ્વયં ઉપર સ્વયંનું નિયંત્રણ જ્યારે હોય ત્યારે જ સાધુતા ટકી શકશે. સાધુજીવનનાં પાંચ પતન છે ઃ ૧. પ્રવચન, ૨. પરિચય, ૩. પેપર, ૪. પ્રસિદ્ધિ, ૫. પ્રશંસાનાં કારણો. પ્રવચન તો પૉઈઝન છે. તેમાંથી વિકાર જન્મે છે. માનસિક અહમ્ ઉત્પન્ન થાય છે. ગૃહસ્થનો પરિચય અમારે માટે આશીર્વાદ નથી. તે તો આપને માટે આશીર્વાદ સમાન છે. ડૉકટર જ્યારે ટી. બી. વૉર્ડમાં જાય છે તો કઈ રીતે જાય છે ? કેટલો સાવધાન રહે છે ? શ્વાસોચ્છ્વાસથી પણ ટી. બી. ફેલાય છે. નાક-મોં પર કપડું બાંધીને પેશન્ટને જુએ છે. પૂછે છે, તેને દવા પણ લખી દેશે. બહાર આવતાં જ સાબુથી હાથ-મોં ધોઈ નાખશે. તે વારે વારે હૉસ્પિટલ નહીં જાય, જરૂરત પડશે ત્યારે જશે. પેશન્ટ પ્રતિ સહાનુભૂતિ રાખશે. તે રીતે સંત પણ ડૉકટર જેવા છે – શ્રોતા આઉટ-ડોર પેશન્ટ છે. વિષય-કષાય ટી. બી. છે. તે પરોક્ષ રહીને પ્રવચનના માધ્યમથી માર્ગદર્શન કરે છે. સાધુના પ્રવચનથી, સંતોનાં પ્રવચનથી અગર સર્વનું પરિવર્તન થઈ જાય તો ધન્યવાદ. પરંતુ આપના પ્રવચનથી જો સાધુનું પરિવર્તન થઈ જાય તો ? તો કોને ધન્યવાદ આપશો તમે ? પ્રત્યેક આત્માનું સન્માન આવશ્યક છે. સમાચારપત્ર પણ એટલું ખતરનાક છે. તેને વાંચવાથી જીવનના સ્વાધ્યાયનો અમૂલ્ય સમય નષ્ટ બને છે. ત્યાંથી જ મનમાં વિકાર, વિકૃતિ જન્મ લે છે. તેના પછી પ્રસિદ્ધિનો મોહ જાગે છે. પછી લોકોની પ્રશંસાથી પતનનો માર્ગ ખૂલી જાય છે. પ્રશંસા પચાવવાની શક્તિ જો ન હોય તો અપચો થઈ જેશે. એટલા માટે સાધુજીવનની પાંચ પગદંડીઓ છે ઃ પ્રશ્નમાં અગર ગંભીરતા હશે તો તેનો ઉત્તર પણ ગંભીર હશે. ફાજલ સમય મારી પાસે નથી, જેનો ત્યાગ મેં કર્યો છે. For Private And Personal Use Only મૌનપૂર્વક પરમાત્માની પ્રાપ્તિ માટે સમ્યક્ પ્રયાસ કરીશું તો જિજ્ઞાસા શાંત થઈ જશે. તેને માટે સંસારના પ્રપંચથી નીકળવું પડશે. તે પછી જ ગતિ આવશે. ઘરમાં જે ભોજન થાય છે એને આપણે ઢોલ પીટીને નથી કહેતા કે મેં આજે

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158