________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯
પ્રવચન પરાગ
પેપરમાં તેનો ફોટો આવશે. એનાં ગુણગાન ગવાશે, તેની પ્રશંસા થશે, સર્વ લોકો તેને ધન્યવાદ દેશે. આપના પુણ્યમાં સર્વ ભાગીદાર બનશે.
પરંતુ છ મહિના પછી, સમજી લો તેને કોઈ કારણસર ત્રણ માસની સજા થઈ જાય અને તે કહે – ‘હું આ સજા આપવા તૈયાર છું.’ તો કોઈ એની આ સજા લેવા તૈયાર થશે ?
પુણ્યનું ફળ લેવા માટે સર્વ દોડશે,
પાપનું ફળ લેવા કોઈ દોડશે ?
આંખને કહેવામાં આવ્યું કે છે. પરંતુ તે કોનાં દર્શન કરે છે ?
શેઠ આત્મારામ બોલ્યા : ‘કામ કરો. તમને નશો ચડ્યો છે કે શું ? ભૂલી ગયા કે તમે નોકર છો ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
તારે સાધુપુરુષોનાં, ભગવાનનાં દર્શન કરવાનાં
કાનથી ધર્મકથા શ્રવણ કરવી, આત્મામાં જાગૃતિ લાવવી. કાન દ્વારા પ્રાપ્ત થનારા ફાયદાથી આત્માને શાંતિ થાય. જીભ પરમાત્માની પ્રશંસા કરવા માટે છે, તેના દ્વારા પુણ્યોપાર્જન આત્મા માટે છે. હાથ પરોપકાર માટે છે અને તેના દ્વારા થનારાં, મળનારાં પુણ્ય આત્મા માટે છે. પગ તીર્થયાત્રા માટે છે. અને તેના દ્વારા પ્રાપ્ત થનારાં પુણ્ય આત્માને મળે છે. એટલા માટે પ્રત્યેકને આ રીતે અલગ અલગ કામ સોંપી દીધું છે. પરંતુ હવે નોકર સ્વતંત્ર બનવા માંડ્યા. સર્વ ગર્વથી બતાવવા માંડ્યા કે : ‘હું પણ કાંઈક છું, હું પણ કાંઈ કમ નથી. મને પણ કાંઈક અધિકાર મળવો જોઈએ. બધાં સ્વતંત્ર થવા માટે ધમાલ કરવા લાગ્યાં.'
અંતમાં આત્મારામે કહી દીધું ‘તમને શું થઈ ગયું છે ? તમે સર્વ સમજી-વિચારીને પોતપોતાનું કામ કરો. એકબીજાને સહાય કરો. એમાં જ તમારું સૌનું શ્રેય છે. અને જો તમારે મારું કહ્યું માનવું ન હોય તો, તમારો પ્રેમ–સહકાર્ય મને નહીં મળે તો હું અહીંથી ટ્રાન્સફર થઈ જઈશ. બદલી કરાવી લઈશ. બીજી જગ્યાએ ચાલ્યો જઈશ – પછી તમે રહો ને તમારો અધિકાર જમાવો.’
આત્મારામે નોટિસ આપી દીધી અને તરત ઇમરજન્સી મીટિંગ બોલાવાઈ. સભામાં આત્મારામની નોટિસ વંચાઈ. સર્વ ઉપસ્થિત હતા. વિચાર અને વિનિમય કરવા લાગ્યા. ચોવીસ કલાકમાં અગર પ્રેમથી, સદ્ભાવનાથી, મૈત્રીથી રહો, હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ.
અરે ! આ આત્મારામ ગયા તો પછી અમારું સ્થાન શું ? પછી એક કલાકમાં લક્કડમાં આપણી અક્કડ ખતમ !
એટલે સર્વેએ એક અવાજમાં નિર્ણય કર્યો ‘આજથી અમે કદી પણ નહીં લડીએ.' ત્યારથી આજ સુધી ઇંદ્રિયોમાં આપસમાં કેવી એક થઈને રહે છે ? જુઓ
-
For Private And Personal Use Only