________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૯૯
માટે આપણો ખોરાક અને જીવનવ્યવહાર કારણભૂત છે.
ખોરાક સુંદર તો પરિણામ સુંદર. આ જ્ઞાન તો નિર્મળ પાણી છે, અનાદિકાલીન ભૂખ અને તૃષ્ણા મિટાવે છે.
“જ્ઞાનામૃત મોગ' જ્ઞાન એ અમૃત સમાન ભોજન છે. જ્ઞાનથી આનંદની અનુભૂતિ થાય છે.
હે પરમાત્મા! તારી કૃપાદૃષ્ટિથી જે મેં પ્રાપ્ત કર્યું છે તે તને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરું છું.
6. ધર્મબિન્દુ સમુદ્ર રૂપી વિશાળ શ્રત એટલે કે સિદ્ધાંતરૂપી સાગરમાંથી થોડાં લીધેલાં બિન્દુમાત્ર ગ્રહણ કર્યા તેનું જ નામ “ધર્મબિન્દુ.” જે કહીશ, જે પ્રગટ કરીશ તે તો માત્ર ઘર્મસાગરનું બિન્દુમાત્ર છે.
વિશાળ એવો શ્રુત સાગર, વિશાળ દર્શન અને ધર્મ સમજવાની યોગ્યતા આપણામાં નથી. અરબી સમુદ્ર, વિશાળ સમુદ્રમાં રહેનારો દેડકો ગામના કૂવામાં આવ્યો ત્યારે કૂવાનો દેડકો તેને પૂછે છે કે “તું કયાંથી આવે છે ?'
આગંતુક દેડકો : “હું અરબી સમુદ્રમાંથી આવ્યો છું.” કૂવાનો દેડકો: “સમુદ્ર એ શું છે?” આગંતુક દેડકો : “એમાં ખૂબ પાણી હોય છે. ખૂબ ઊંડું અને વિશાળ.' કૂવાનો દેડકો : “આ કૂવાથી પણ મોટો ?' આગંતુક દેડકો : “જરૂર! કૂવાથી તો ખૂબ ખૂબ મોટો.' કૂવાનો દેડકોઃ “હું નથી માનતો. મારા કૂવાથી તો કોઈ મોટું હોઈ જ ન શકે.'
પછી તે કેટલો મોટો છે તે જાણવા માટે તેણે છલાંગ મારી અને પૂછ્યું : આટલો મોટો?'
આગંતુક દેડકોઃ “નહીં, એનાથી તો કેટલોય મોટો.'
ફરીથી કૂવાના દેડકાએ સર્વ શક્તિ એકઠી કરી કૂવાના સામે વાળા કાંઠા સુધી લાંબી છલાંગ મારીને પૂછયું – “આટલો મોટો?”
આગંતુક દેડકો : “નહીં, સાગર તો સીમાતીત છે, અસીમ છે, વિશાળ છે, અપાર છે, સમુદ્રની મર્યાદાને બંધન નથી હોતું.”
જેટલી શક્તિ હતી તેનો ઉપયોગ કરી એવી છલાંગ મારી જેનાથી ક્વાની બહાર નીકળી ગયો ને પૂછયું – “આટલો મોટો ? ”
For Private And Personal Use Only