________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન ૫રાગ
રસ્તામાં જતી વખતે પગમાં કાંટો લાગી જાય તો વિના નિમંત્રણે હાથ ત્યાં જશે, આંખ ત્યાં દોડીને જશે, પગ રોકાઈ જશે અને સર્વની સહાયતાથી કાંટો – શત્રુ દૂર - થઈ જશે. હાથ, આંખ કહેશે : “પગની ખુશીમાં જ અમારી ખુશી છે.” ધર્મપરિચય
પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ થઈ જાય તો પરમાત્મા મળે. વાણીનો સાતમો ગુણ પૂર્વ સંત્નિ અને આઠમો ગુણ છે ધર્મયુક્ત વાણી. સ્વયંને શોધવા માટે કષ્ટ જરૂર થશે. સાગરના કિનારે કિનારે ફરવાથી મોતી મળતું નથી પરંતુ પથ્થર અને શંખ કદાચ મળી શકે છે. મોતી મેળવવા માટે સાહસ કરીને સાગરમાં કૂદવું પડે છે. કિનારે ઘૂમવામાં માત્ર ઠંડી હવાનો આનંદ મળશે.
તે રીતે ધર્મનો પરિચય પણ કરવો જોઈએ. આ પ્રકારે ધર્મ-પરિચયથી પ્રેમ જન્મશે અને તે પરમાત્મા પ્રાપ્ત કરવાનું સાધન બનશે. ધર્મબિન્દુ
આશય : “ધર્મબિન્દુ' ગ્રંથ દ્વારા જે કહેવાયું છે તે પરમાત્માના વચનને અનુકૂળ છે. તેનો આશય પરમાત્મા બનાવવાનો છે. એટલા માટે પરમાત્માનાં વચનોને ભાવપૂર્વક ગ્રહણ કરો અને તેનો સ્વીકાર કરો.
પોતાના વિચારોનો જે પ્રચાર કરે છે તે ગુનેગાર છે. પરમાત્માનો શબ્દ જીવનમાં જ્યોતિ યાને કે પ્રકાશ નિર્માણ કરે છે. જીવનના વિકાસ માટે પ્રેરણારૂપ છે, તેનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરવો એ શિષ્ટાચાર છે. જ્ઞાનની આરાધનાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે ક્ષયોપલમની જરૂરત છે.
લઘતા : પરમાત્માનાં વચનોના શ્રવણ પૂર્વે જ્ઞાનની સ્તુતિ કરવી જરૂરી છે. તેના પછી જ્ઞાનની પ્રાર્થના, સરસ્વતીની સ્તુતિ અને અંતમાં ગુરુને વંદન કરીને, બહુમાન કરીને ભક્તિ દ્વારા પ્રવચનમાં પ્રવેશ થાય છે.
ભારતીય સંસ્કૃતિમાં પરંપરા હોય કે વૈદિક શ્રમણ હોય તેમાં સર્વ પ્રથમ મંગલાચરણ રહે જ છે. તેમાં પરમાત્માના ઉપકારોનું સ્મરણ અને પછી લઘુતા દ્વારા ગ્રંથનું નિર્માણ થાય છે.
આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે : “હે પરમાત્મન ! જે કાંઈ છે તે મારું નહીં તમારું જ છે. મોક્ષપ્રાપ્તિ
“સથર્શન જ્ઞાન યાત્રિાળ મોક્ષમ આ તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ મહારાજજીએ કહ્યું છે : “પ્રથમ સમ્યગુ-દર્શન યાને સમ્યગુ-શ્રદ્ધા, એટલે કે પરમાત્માએ જે કહ્યું છે તે પરમ તત્ત્વ, પરમ સત્ય છે, તેનો સ્વીકાર ભાવપૂર્વક કરો.
For Private And Personal Use Only