________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
પ્રવચન પરાગ નિઃસંગનો પરિચય કર્મક્ષય માટે છે. હરિભદ્રસૂરિ બન્યા પછી તેમણે ૧૪૪૪ સ્વતંત્ર ગ્રંથ નિર્માણ કર્યા. કેવી વિદ્વત્તા ! કેવી પ્રતિભા ! આ ધર્મબિન્દુ તેમનો જ ગ્રંથ છે. પ્રતિક્રમણમાં ભાવથી તેમનું સ્મરણ થાય છે... સંસારંવનનકાહ નીર – તમારું સ્મરણ પવિત્ર કરનાર છે, તે સારા સંસારની આગ બુઝાવનાર છે. સંસારનાં દુઃખોનો પરિચય કર્યા પછી, અંતમાં કહે છેઃ “અન્યથા શરV નાસ્તિ, ત્વે દેવ शरणं मम.'
હરિભદ્રસૂરિજી જીવનના અંત સુધી તે સાધ્વીજીનો ઉપકાર ન ભૂલ્યા. તેમનો ધર્મમાતાના સ્વરૂપમાં સ્વીકાર કર્યો. તેમના ગ્રંથ પાશ્ચાત્ય વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે. વિક્રમ સંવત ૧૮૧માં તેમનો સ્વર્ગવાસ થયો. આ સંવતમાં થોડો મતભેદ છે. સમર્પણ
તેમના સંયમી જીવનમાં એક વખત ભૂલ થઈ. જીવનભર તેનો પશ્ચાત્તાપ કર્યો. તેને પોતાના પર જે વિદ્વત્તાનું અભિમાન હતું, તે અભિમાનને તોડનાર સાધ્વીજીનું નામ હતું-યાકિની મહત્તરા. તેના ઉપકાર માટે તેમના પ્રત્યેક ગ્રંથના અંતમાં – યાકિની મહત્તા સૂનુ હરિભદ્રસૂરિ' લખ્યું છે. ધર્મપુત્ર માનતા પોતાને એમની નમ્રતા, લઘુતા આપણા જીવનમાં ઉતારવા જેવી છે. તે સમયના તેમના ઉદ્દગાર કેવા હતા? જેવું ચિંતન તેવું કથન ! શરૂઆતમાં જ – પ્રણમ્ય.
“પ્રમાણ કરીને' એવા શબ્દોથી ગ્રંથની શરૂઆત કરી. અરિહંત
“નો રિહંતા બોલતી વખતે “નમો' એ આત્મામાં પ્રવેશ કરવાનું મુખ્ય દ્વાર છે. નમો અરિહંતામાં નમસ્કાર કોને કર્યા છે ? તે અરિહંતને કર્યા છે. તો અરિહંત કોણ છે? જેનામાં અરિહંતના ગુણ વિદ્યમાન છે, તેને અરિહંત કહે છે. વર્તમાનકાળમાં થયા હોય, યા ભૂતકાળમાં થયા હોય, યા ભવિષ્યમાં થવાના હોય, એવા સર્વ આત્માઓને મનો શબ્દ દ્વારા વંદન કરવામાં આવે છે. ત્યાં કોઈ સંકીર્ણતા નહીં, જાતિવાદ નહીં, કોઈ કોમવાદ નથી રહેતો.
આત્મામાં મૈત્રી આદિ ભાવ હોય તો સાધના નિર્મળ બને છે. આવી યોગ્યતાથી પરમાત્માપદની પ્રાપ્તિ થાય છે. યા પ્રાપ્તિ કરી શકે છે. આધ્યાત્મિક ડેમૉક્રસી આ છે - સ્વતંત્રતા આ છે. વિનય
અપેક્ષા સમજી શકશો તો ઘર્મનું રહસ્ય આરામથી જાણી શકશો. સંસ્કૃતિનો પ્રથમ પાઠ છે કે પ્રથમ વંદન કરવું, નમસ્કાર કરવા. ઉત્તરાધ્યયનના પ્રથમ અધ્યાયમાં
For Private And Personal Use Only