________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
પ્રવચન પરાગ
સાધુ એટલે પરોપકારી, સાધુ એટલે સહાયતા કરનાર, પરોપકાર માટે જ પ્રવચન છે. સ્વાધ્યાયમાંથી સમય કાઢીને લોકકલ્યાણાર્થે પ્રવચન દેવામાં આવે છે; જેનાથી પ્રકાશ મળે અને જ્ઞાનનો અંધકાર દૂર થાય.
સાધુએ ડબ્બી ખોલી. પા-પથ્થર દીધો. લઈ જા. તે વ્યક્તિ આનંદિત થઈ ગઈ. ભાવવિભોર બની ગઈ. તેનું મકાન ખૂબ જ પુરાણું – જીર્ણશીર્ણ બની ગયું હતું. તેના ઘરમાં લોઢાની બહુ મોટી કોઠી હતી. સંયોગવશ તે ઘણા સમયથી તેમ જ પડી રહી હતી. તેના પર તેણે પ્રયોગ કર્યો. તેણે ત્યાં જઈને ધૂળ ખાતી કોઠીમાં પા-પથ્થર નાખ્યો. તેને થયું તે હમણાં સોનાની બની જશે. પણ તે કોઠી સોનાની ન બની. એનાથી તે નિરાશ બન્યો, આવેશમાં આવી જઈને બોલ્યો – “તે સાધુ નહીં શેતાન હશે. તેણે નહોતો આપવો તો ના પાડવી હતી. આવી મશ્કરી કરી ? મને મૂર્ખ બનાવ્યો ! મારી સાથે આવો વ્યવહાર ?” તે તો સાધુ પાસે ગયો. આવેશમાં આવી જઈને સાધુને જેમ તેમ બોલવા લાગ્યો.
સાધુ બોલ્યા : “ભાઈ, મને મારી વસ્તુમાં વિશ્વાસ છે. તારો પ્રયોગ બરાબર નહીં થયો હોય. મને વિશ્વાસ છે, કે તે પાર્શ્વ-પથ્થર છે.
તે વ્યક્તિ બોલીઃ “ચાલો! હું બતાવું છું કે તમને કેટલો અને કેવો વિશ્વાસ છે.' સાધુ : “ચાલ, આવું છું.'
બંને ઘર પહોંચ્યા. તે વ્યક્તિએ કહ્યું – જુઓ ! તે સાધુએ જોયું કે કોઠી પુરાણી છે અને તેની અંદર ખૂબ કચરો હતો. સાધુએ કહ્યું – “શું આમાં પથ્થર નાખ્યો છે?”
“હા.'
વ્યક્તિ : “કાંઈ જ અસર નથી થઈ.”
સાધુએ જવાબ ન આપ્યો. તેમણે લાલટેન મંગાવી અને અંદર તેને રાખીને જોયું તો વર્ષોનો કચરો એની અંદર હતો. તેમાં જાળી હતી, તેની વચ્ચે પાર્થ-પથ્થર લટકતો હતો. સાધુએ કહ્યું : “કેવી રીતે પ્રયોગ સફળ થાય ? પ્રથમ તું કોઠી સાફ કર, પછી પ્રયોગ કર - ત્યારે જ પૂર્ણતા મળશે.” જ્યાં પુરુષાર્થ ત્યાં પૂર્ણતા
પહેલાં પુરુષાર્થ અને તેના પછી પૂર્ણતા. કોઠી સાફ કર્યા પછી પા-પથ્થર અંદર નાખ્યો. તેનો સ્પર્શ થતાં જ તે કોઠી સુવર્ણ થઈ ગઈ. હું રોજ એક કલાક પાર્શ્વ-પથ્થર દઉં છું. પરંતુ તેનાથી જે પ્રાપ્ત કરવાનું છે, તે પ્રાપ્ત ન થાય – તેનાથી વંચિત રહેવાનું કારણ શું?
મનની કોઠી અનાદિ કાળથી ધૂળ ખાતી રહી છે. તેના પર વિષય અને કષાયની જાળી લાગી ગઈ છે. તેને સ્વચ્છ કરવામાં આવે તો પ્રવચનશ્રવણની સુંદર અસર થાય તેમ છે.
For Private And Personal Use Only