________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ આ પ્રવચન એક “કલાસ' છે. ચાતુર્માસમાં પ્રવચન સંભળાવવામાં આવે છે. જ્ઞાનપંચમીએ હું પેપર કાઢીશ. મારે જવું છે, કે મારો ચાર માસ સુધી કરેલો શ્રમ નિષ્ફળ તો નથી ગયો? પેપર જેવાથી ખબર પડી જશે.
હું મહેનત કરું છું. મારો સ્વાધ્યાય કરું છું. હું ઈચ્છું છું કે મારો શ્રમ ખોટમાં નહીં જાય.
ચાતુર્માસમાં ચાર મહિના સુધી મારું પ્રવચન સાંભળ્યા પછી પૂછું કે : “સંસાર કેવો છે?'
એક કહેશે : ખૂબ ખરાબ. બીજો કહેશે રહેવા જેવો નથી. ત્રીજો કહેશે : અતિ કટુ. દુઃખદાયી. ચોથો કહેશેઃ અતિ દર્દમય–વેદનામય. પાંચમો: અતિ ખતરનાક.
સર્વનું કહેવું સમાન હશે. હું કહું : “અગર સંસાર કટુ છે, ખરાબ છે, દુઃખમય છે, રહેવા જેવો નથી તો કાલે મારો વિહાર છે મારી સાથે ચાલો.' કોઈ આવશે?
મારે આચરણ જોઈએ છે – થિયરીમાં નહીં પ્રેક્ટિકલ હોવું જોઈએ.
વૃક્ષ તરફ જુઓ : વૃક્ષ પર જ્યારે ફળ આવે છે ત્યારે પોતે પડી જાય છે. તેને તોડવું પડતું નથી. આ ફળમાં સ્વાદ હોય છે. મીઠાશ હોય છે.
કાચાં ફળને તોડવાં પડે છે. વિચારોમાં પરિપકવતા આવે તો સંસાર સહજ છૂટે.
તમારા વિચારોમાં પરિપકવતા લાવવી એટલા માટે મારો આ કૅમ્પ છે. સમ્યગુ રીતે શ્રવણ કરવાથી એ આવ્યા વિના રહેતી જ નથી.
સંસારમાં રહેવું તે પણ કલા છે. નાવ પાણીમાં જ તરે છે. પાણી નાવમાં ન જાય એને માટે સારું વેલ્ડિંગ કરવું પડે છે. જ્યાં સુધી પાણી નાવની બહાર છે ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ પાણી જેવું નાવમાં આવશે ત્યારે નાવ ડૂબે.
સંસારનું પાણી જ્યાં સુધી મનરૂપી નાવની બહાર છે ત્યાં સુધી જોખમ નથી. જ્યારે સંસારનું પાણી મનરૂપી નાવમાં પ્રવેશ કરશે, ત્યારે તો સર્વનાશ જ હશે. આ દુર્ઘટના ન થાય એને માટે આત્મારામ શેઠે સાવધાન રહેવું પડશે !
૬. પરમાત્માની વાણી અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્માએ પ્રાણીમાત્રના કલ્યાણ માટે પ્રવચન દ્વારા ધર્મનો પરિચય દીધો. વ્યક્તિગત જીવનનો આધાર વાણી છે. વ્યવહારનો આધાર વાણી છે.
For Private And Personal Use Only