________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
પ્રવચન પરાગ
એનું કારણ તો હશે જ. કાર્ય-કારણનો સંબંધ હંમેશાં હોય છે. કારણ વિના કાર્ય હોતું નથી. એટલા માટે એ વિચારશે : ‘આજનો આખો દિવસ ધ્યાનમાં સમાધિમાં રહીશ; જેથી આવનારાં કર્મ સમજી જશે કે અહીં મારું કોઈ પણ પ્રકારનું સ્વાગત નહીં થાય.
બુદ્ધિનો સદુપયોગ
જ્યાં લાંઘણ ત્યાં ઔષધની ચિંતા નહીં હોય. ઉપવાસ એ લાંધણ.
સમયદૃષ્ટિ નહીં હોય તો થોડા જ ટેમ્પરેચરથી અસ્વસ્થ બનશે. તરત ડાયલ ઘુમાવશે અને મિત્રોને, સગાંસંબંધીઓને બોલાવશે.
મોટા મહેમાનો ઘેર આવે ત્યારે તેની સેવામાં ઉપસ્થિત રહેવું પડે. ઘણા લોકો મહેમાનોની આગતાસ્વાગતા કરશે, પોતે ઘરની બહાર નહીં જાય. તે દિવસે સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા માટે બનાવશે.મહેમાન જતો હોય તોપણ ન જાય, દર્દ મહેમાનને તમે જેટલું પોષો એટલો વધારે અડ્ડો જમાવે. તે જરૂર બે-ચાર દિવસ વધુ રોકાશે.
બુદ્ધિની કુશળતા નહીં હોય તો તે અસાધ્ય બનશે,
ડૉકટરોને બોલાવ્યા – મિત્રોને બોલાવ્યા. મોસંબીનો રસ, અથવા ફળનો રસ બે-ચાર વાર પીધો. ત્રણ-ચાર વાર થોડી ચા પીધી. અશુભ કર્મનું આટલું સુંદર સ્વાગત કર્યું !
તો પછી આવનારા મહેમાન (બીમારી, કર્મ) માની લેશે કે અહીં મારી આટલી કદર કરે છે, મારું કેટલું સ્વાગત થઈ રહ્યું છે તો તેની પાસેથી હું કેમ ચાલ્યું જાઉં ? ચાર-પાંચ દિવસ વધુ રોકાઈશ.
બૌદ્ધિક નિપુણતા હોય તો નિર્જરાનું પણ કારણ બની જાય છે. સંસાર માટે જે ખર્ચ કરો છો તે સંસારવૃદ્ધિનું કારણ બને છે અને તેનો જો સમ્યક્ ઉપયોગ હોય તો મોક્ષનું કારણ બને છે. તેના ઉપયોગ આધાર છે.
બુદ્ધિનો નિપુણતાપૂર્વક ઉપયોગ કરવો ઘટે.
ઇંગલેંડમાં એક વ્યક્તિએ ખૂન કર્યું અને ત્યાંની કોર્ટમાં તેને નિર્દોષ ઠરાવી છોડી દેવાયો. કારણ કે કોઈ પણ સાક્ષી (આઇવિટનેસ) નહોતો. એક સ્ત્રીના પતિનું ખૂન તેણે કરેલું હતું. તે સ્ત્રીને આ વ્યક્તિ પર વધુ શક હતો. પરંતુ થાય શું ?
તેણે કેસ પ્રીવી કાઉન્સીલમાં દાખલ કરી દીધો. તે સ્ત્રીને જરા પણ શંકા નહોતી કે એના સિવાય કોઈ બીજો ખૂની હશે.
નવાણું ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં, પરંતુ એક નિર્દોષ ગુનેગાર નહીં બનવો જોઈએ. કાયદામાં છટકબારીઓ પણ એટલી જ છે.
સ્ત્રી પૈસાપાત્ર હતી. તે અઢળક પૈસા ખર્ચવા તૈયાર હતી. તેણે સ્થાનિક અંગ્રેજ
For Private And Personal Use Only