________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પ્રવચન પરાગ તમને કહેવા જેવું મારી પાસે કાંઈ નથી ! આપનામાંથી જે લોકો જાણે છે, તેના દ્વારા જે નથી જાણતા તે ગ્રહણ કરી શકે છે. તમારામાં લગભગ અરધા લોકો પરમાત્મા પર વિશ્વાસ કરનારા છે, તેની પાસેથી તમે ગ્રહણ કરી લો. તમે સૌ જાણી જશો.
ઇચ્છા તૃષ્ણાના અભાવે આપ કોઈ પણ મુશ્કેલીથી બચી શકો છો, માર્ગ સરળ બને છે. અને સ્યાદ્વાદથી સર્વ દિશાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી શકાય છે. માનવ માત્રની જ્ઞાનવૃત્તિ સામાન્ય અધુરી હોય છે અને એને જ છેવટની માની બેસે છે, પણ સ્યાદ્વાદ સમન્વયની ભૂમિકા પર આધારિત છે. એનાથી આપણે સંઘર્ષ મિટાવી શકીએ છીએ. સમાધાન પ્રાપ્ત કરી શકીએ છીએ.
સમ્રાટ અકબર અને આચાર્ય સૂરીશ્વરજી મહારાજનો બહુ જ નિકટનો સંબંધ હતો. તેનું વર્ણન અબુલ ફઝલે “આઈને અકબરી' ચોપડીમાં સરસ રીતે કર્યું છે. જગતુ-ગુરુની મહાન પદવી સમ્રાટ અકબરે આચાર્ય હિરસૂરિશ્વરજી મહારાજને આપી છે. આચાર્ય મહારાજનું સ્વાગત કરવા માટે સમ્રાટ અકબર ઉઘાડા પગે ગયા હતા. આ સ્વાગતમાં છ લાખ લોકો હતા.'
દુનિયામાં જ્યાં ત્યાગ હોય છે, તેમનું સન્માન હોય છે. જ્યાં સોનું હોય છે ત્યાં જ એનું મૂલ્ય કરવામાં આવે છે.
સમ્રાટ અકબરે મહારાજ આચાર્ય હિરસૂરિશ્વરજીને એક સવાલ પૂછ્યો : “મહારાજજી, આપ ઇશ્વરના નામની માળા કરો છો ત્યારે માળાના મણકા અંદર લો છો, અને અમારે ત્યાં માળાના મણકા બહાર કાઢીએ છીએ – તો તેમાં સાચી પદ્ધતિ કઈ છે?
હિરસૂરિશ્વરજી મહારાજ સાહેબે કહ્યું: “બંને પદ્ધતિ સાચી છે' સત્ય એક જ છે – તેનો પરિચય અનેક રૂપે દઈ શકાય છે. કોઈ પૂછે છે : “સમય શું થયો ?' કોઈએ જવાબ આપ્યો : “નવ અને ત્રીસ મિનિટ થઈ. બીજાએ કહ્યું : દસમાં અરધો કલાક ઓછો છે. બંને સાચા છે.
અમે માળાના મણિ અંદર લઈએ છીએ. એનો મતલબ એ છે કે અમે સગુણોને બહારથી અંદર લઈએ છીએ અને દુર્ગુણોને બહાર રાખીએ છીએ.
તમે ખુદાનું સ્મરણ કરતી વખતે, મણકા બહાર કાઢો છો – એનો અર્થ એવો છે, કે તમે દુર્ગુણોને બહાર કાઢો છો, સદ્ગણોને અંદર લો છો.
બસ, માત્ર જોવાની દૃષ્ટિ અલગ છે - બંને સત્ય છે.
મૌનપણે કરેલી સાધના પૂર્ણ બને છે. મૌન એ વિચાર માટે શક્તિ છે. સ્વયં પર નિયંત્રણ આવે છે. એટલા માટે ભાષાનો ઉપયોગ “સ્તોક' યાને અલ્પ જ કરવો જોઈએ.
For Private And Personal Use Only