________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૫૭
સ્વયં મુક્ત બની શકો છો. સદાચારીના આશીર્વાદથી રોગ ચાલ્યો જાય છે. આપની પાસે તો અપૂર્વ યોગ-સાધના છે, તો આપ રોગમુક્ત બની શકો.”
સ્વામીજી હસ્યા ને બોલ્યા “તમે મને અજ્ઞાની સમજો છો ? તમે કેટલી મૂર્ખતાભરી વાતો કરો છો ? રાખમાં ઘી કોણ નાખે ? મારી વરસોની સાધના હું શરીર માટે લૂંટાવી દઉં?'
મેં સાધના અંતરાત્મા માટે કરી છે, આ નાશવંત શરીર માટે નહીં. ધર્મબિન્દુ
અંતરાત્માનું લક્ષ્ય છે સિદ્ધ બનવું. જે કાંઈ હું કરું છું તે આત્મા માટે કરું છું. જગત કે આ શરીર માટે નહીં. હું ધર્મ આત્મા માટે કરું છું. સંસારની આસક્તિ દૂર કરવા માટે ધર્મ છે.
ધર્મનું આચરણ કરો તો “સ્વ” પરિચય માટે માર્ગ મળી જશે.
કરણાથી યુક્ત આચાર્ય હરિભદ્રસૂરિએ સુલભ રીતથી ઘર્મનો પરિચય “ધર્મબિન્દુ' ગ્રંથમાં આપ્યો છે. તેમણે “પદર્શન'; “યોગસમુચ્ચય,” “યોગદષ્ટિ' આદિ અમર ગ્રંથ લખ્યા છે.
તે બ્રાહ્મણ હતા. રાજપુરોહિત હતા. તે મહાન જૈનાચાર્ય થઈ ગયા. ધર્મબિન્દુ'નો અર્થ શું?
ધર્મ દરિયા જેટલો વિશાળ એટલો જ એનો અર્થ વ્યાપક છે. તેમાંથી માત્ર એક બિન્દુ લઈને જગતના કલ્યાણ માટે ગ્રંથની રચના કરી.
વ્યક્તિ હરતાં-ફરતાં ધર્મનું સ્મરણ રાખે તો દિમાગમાં ધર્મ જીવિત રહેશે. ઘર્મ વિચારમાં મૂચ્છિત ના રહે. ઘર્મ આચારમાં સક્રિય (જીવિત) રહે. એટલા માટે ગ્રંથની રચના તેમણે કરી છે.
૪ સ્વાર્પણ અનંત ઉપકારી, અરિહંત પરમાત્માએ વિશ્વની કલ્યાણભાવના માટે સ્વયંના અપૂર્વ ચિંતનથી જે પ્રાપ્ત થયું તે ઉપરની ભાવનાથી જગતને અર્પણ કર્યું. પરમાત્માએ કહ્યું છે કે : “હે આત્મન્ ! તું બાહ્ય દશામાં મૂચ્છિત બન અને અંતરાત્માની જાગૃતિ પ્રાપ્ત કર. આત્માના અંતર વૈભવ-સૌંદર્યને પ્રાપ્ત કરવાની કોશિશ કર. જે ચીજ તું બહાર જુએ છે તે તારી સાથે આવવાની નથી.'
ઉધાર લીધેલી ચીજ કેટલા દિવસ રહે? ઉધારથી ઉદ્ધાર નથી થતો, કર્મ દ્વારા પુણ્યની સમૃદ્ધિ ઉધાર લાવ્યા છો તો તેમાં સ્થિરતા કેવી રીતે આવશે ? સ્વયંની
For Private And Personal Use Only