________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૫૫ - શાહી અને કલમ જગત પર ઉપકાર કરે છે. શાહી સ્વયંને સમર્પિત કરે છે; સ્વયંનો પ્રાણ અર્પણ કરે છે. શાહી સુકાઈ જઈને અર્પણ થઈ જાય છે અને કલમ ઘસાઈને અર્પણ કરે છે.
જ્યાં શાહીનો વિયોગ હશે ત્યાં કલમ અટકી જશે. બંને વચ્ચે સંયોગ, સાથ અને મિત્રતા હોય ત્યારે કલમ આગળ ચાલે છે. શાહીના વિયોગમાં કલમ ખતમ થઈ જાય છે. આવા વ્યવહારમાં કલમ નીચે આવી જાય અને બિન્દુ પડી જાય તો શું થાય?
ગામમાં ધૂળ-રેતી હોય છે. તે રેતી શાહી ઉપર નાખવામાં આવે છે. ધૂળ કહે છે : ધિક્કાર છે. તારા જીવનમાં. તારો મિત્ર ગયો અને તું રહી ગઈ.
આત્માને ધર્મ મળ્યો અને જગતને માર્ગદર્શન મળ્યું. ધર્મનો વિયોગ ધિક્કાર છે. સંસારના પ્રત્યેક કાર્યમાં વૈરાગ્યની પ્રેરણા મળે છે.
વિતરાગની દષ્ટિએ તો સંસાર વૈરાગ્યનું ગોડાઉન છે. ચામડાની આંખોથી તો સંસાર વિકારોથી ભર્યો ભર્યો લાગે છે. મૌનનું મહત્ત્વ
વચન રત્નનો ભંડાર છે. કોઈ ઉત્તમ ગ્રાહક આવી જાય તો મુખરૂપી ભંડાર ખોલી નાખો અને બે-ચાર રત્ન આપી દ્યો. તેનો અંતરાત્મા તૃપ્ત બની જશે. પ્રેમ સંપાદન કર્યા પછી ગ્રાહક ચાલ્યો જાય તો ફરીથી મુખરૂપી ભંડાર બંધ કરી દેજો.
મૌનની આરાધના તે સાધના છે. બોલવાથી લૂંટાઈ જશો. કહે છે કે, “મૌનથી ચિત્તની સમાધિ વધુ થાય છે.' વધુ બોલવું તેને ચિત્તની ચંચળતા કહેવામાં આવે છે.
वचन पादात् वीर्यपातात् गरीयसी ।
વચન-વાણીના પતનથી, શરીરની શક્તિનો નાશ થાય છે. વૈજ્ઞાનિક દષ્ટિએ પણ આ સત્ય છે.
એક પાઉન્ડ દૂધ પીવાથી જે શક્તિ મળે છે તે શક્તિ એક શબ્દ બોલવાથી નાશ પામે છે.
ડૉકટર પાસેથી શરીરનું આરોગ્ય પ્રાપ્ત થાય છે. સાધુ પાસેથી આત્મા આરોગ્ય ભાવ પ્રાપ્ત કરે છે.
જેટલું ઓછું બોલશો, એટલા વિચાર ઉત્તમ અને સારા બનશે, સ્થિરતા આવશે, અને કલેશોમાંથી તમે બચી શકશો. મૌનના મહત્ત્વનો અંદરમાં અનુભવ કરો, દરરોજ ઓછામાં ઓછું એકાદ કલાકનું મૌન રાખો.
દરરોજ જુદી - ૨ ઇન્દ્રિયોનું મૌન સેવો, એકવિદસ નેત્રનું મૌન કરો એક દિવસ જીભનું મૌન.
For Private And Personal Use Only