________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચનપરાગ
૫૯ એકવાર મુલ્લા બીમાર પડી ગયા. તેને શ્વાસ લેવામાં બેચેની થવા લાગી. ચાલવામાં તકલીફ થવા માંડી. આંખો આગળ અંધકાર છવાવા લાગ્યો. એનો સંપૂર્ણ મેડિકલ ચેક-અપ કરાવ્યો. છતાંય રોગનું કાંઈ પણ નિદાન ન થઈ શકર્યું. મુલ્લા તો બહુ બેચેન થઈ ગયા. ડૉકટરે સલાહ આપી : “આના ઉપચાર માટે લંડન જાઓ. ત્યાં કદાચ તમારા રોગનું નિદાન કરી શકે એવો ડૉકટર મળે.”
મુલ્લા લંડન ગયો. ત્યાં સર્વથી પ્રખ્યાત ડૉક્ટરને પોતાનું શરીર બતાવ્યું. તેને સર્વ તકલીફ પણ કહી. 'મુલ્લાએ કહ્યું: હું બહુ ગભરાઈ ગયો છું – મને બચાવો.
ડૉકટરે સારી રીતે નિદાન કર્યું. એને કોઈ પણ રોગ દેખાયો નહીં. ત્યારે ડૉકટરે કહ્યું : “લાગે છે, કે આંખમાં કાંઈક ગડબડ હોવાથી તમને બેચેની અને આંખો સામે અંધકાર વગેરે તકલીફોની શક્યતા છે. એટલે તમે “આઈ સ્પેશિયાલિસ્ટ'ને બતાવો.”
મુલ્લાએ આંખના ખાસ ડૉકટરને બતાવ્યું. એણે આંખનું ચેક-અપ કરીને કહ્યું – આંખમાં કોઈ દોષ નથી. મુલ્લા ફરી પાછા પોતાના પ્રથમ ફિજિશિયન પાસે ગયા. એણે એને સલાહ આપી કદાચ પાયોરિયા હશે, તો એવાં સર્વ લક્ષણો હોઈ શકે છે. એટલા માટે દાંતના ખાસ ડૉકટરને બતાવો.
દાંતના ડૉકટરે નિદાન કર્યું. કહ્યું: “કોઈ રોગ નથી. છતાં પણ તમારા આ દાંત કઢાવી નાખો, દાંતનું નવું ચોકઠું નખાવી લો.”
મુલ્લાએ તેમ પણ કર્યું. પરંતુ તેની તકલીફ હતી એની એ જ રહી. ફરીને ચેક-અપ કરાવ્યું તોપણ નૉર્મલ !
ડૉકટરે કહ્યું : આ રોગ મહા ભયંકર લાગે છે. કોઈ નવો જ રોગ લાગુ પડી ગયો છે. એટલે તમે જલદી તમારા દેશભેગા થઈ જાઓ. અને અંતિમ દિવસ સુધી બીબી-બચ્ચાંઓ સાથે ગુજારો.
ડૉકટર પાસેથી મૃત્યુનું સર્ટિફિકેટ લઈને મુલ્લા પાછા આવી ગયા. મુલ્લાએ વિચાર્યું: “મરવું જ છે તો પ્રસન્નતાથી મરીશ. આનંદ કરીશ.”
તેણે દરજીને બોલાવ્યો ને કહ્યું: “માપ લઈ લો. બહુ કીમતી કોટ અને પાટલૂન તૈયાર કરો.”
દરજીએ માપ લીધું. પહેલાં કરતાં માપ વધી ગયું હતું. કૉલર ૧૪” થયું પરંતુ પહેલા તું ૧૨.” મુલ્લાએ પ્રથમના માપ પ્રમાણે કૉલર બનાવવા કહ્યું. ત્યારે દરજી બોલ્યો : “જે એવું કરશો તો તમને શ્વાસ લેવામાં બેચેની થશે.”
મુલ્લા એકદમ બોલ્યા : અરેરે ! સાચો વેંકટર તો ઘરમાં જ હતો ! અને મેં કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા !
મુલ્લાના રોગનું નિદાન સરળ હતું ! મુલ્લાએ બે ઇંચ ટૂંકું કૉલર બનાવી
For Private And Personal Use Only