________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
પ્રવચન ૫રાગ સ્વયંને ઓળખવાનો પ્રયત્ન કરો કે મારા જીવનની કિતાબમાં શું લખું?
જીવન ગ્રંથનાં દરરોજનાં અધ્યાયોમાં શું લખ્યું છે? અવલોકન કરશો તો ખબર પડશે કે ખોટું લખાયું છે. પરીક્ષામાં ભૂલ તો પરિણામ પણ ખોટું !
આજ સુધી જીવનનું મૂલ્યાંકન થયું નથી, જીવનનો પરિચય થયો નથી. મનની સ્થિરતા વિના સ્વનો પરિચય, સ્વની આંતરિક પ્રચંડ શક્તિનો અણસાર પણ મલવો મુશ્કેલ છે. ભેદ-વિજ્ઞાન
સ્થિરતામાં પૂર્ણતા મળે છે. આજ સુધી દુકાન, મકાન આદિ સંસારમાં ભટકતા રહ્યા, શરીરના આત્માના ભેદ-વિજ્ઞાનમાં પ્રવેશ ન કર્યો, ભેદ-વિજ્ઞાનના સત્યનો પરિચય નથી થયો તો એના સિવાય “સ્વ”નો પરિચય કેવી રીતે થશે?
“ભેદ-વિજ્ઞાન તો તત્ત્વનો આધાર છે.”
“દેહ અને આત્માનું શ્રીફળ ભેદ-વિજ્ઞાનનું પ્રતીક છે. એમાં પાણી છે. ત્યાં સુધી ભીનાશની એકમેક રહે છે. શ્રીફળને સુકાવા દ્યો – પાણી સુકાઈ જાય છે, અખંડ ટોપરું જુદું બહાર આવી જાય છે. પછી પરિણામ સુંદર આવે છે. આસક્તિથી ભીંજાયેલ જ્યાં સુધી આપણો આત્મા રહે છે ત્યાં સુધી દેહ અને આત્માને એક અનુભવે છે પણ જ્યાં આસક્તિઓને અંતરમાંથી ફગાવી દે છે, એ જ દેહ – આત્મશાંતિનું સાધન બને છે.
પર વસ્તુને પોતાની માનીને ન ચાલવાથી. આસક્તિ દૂર થાય છે એટલે અંતરધ્વનિ પ્રગટ થાય છે. અનાહત નાદ સંભાળશે અંતરમાં. આત્મદર્શન - જ્યાં સુધી સંસારમાં છો ત્યાં સુધી પરિવાર, દુકાન, મકાન બધું તમારું. શરીરને ચોટ લાગતાં જ ધર્મ વિચારોના ટુકડેટુકડા થઈ જાય છે. માનો છો. પરંતુ જ્યારે શુભ વિચારના માધ્યમથી, ભેદ-વિજ્ઞાનથી શરીરમાં અંદર પ્રવેશ કરશો ત્યારે જ સમજશો કે શરીર અને આત્માનો સંયોગ અસત્ય છે.
તેની પ્રાપ્તિથી વંચિત રહેશો, દેહનો વિયોગ કરશો છતાં પણ આત્માને ચોટ નહીં લાગે. ગીતામાં કહ્યું છે : “આ આત્મા અમર, નિરંજન, નિરાકાર છે, શાશ્વત છે. એને છેદી શકાતો નથી, એને જલાવી નથી શકાતો, એને નષ્ટ નથી કરી શકાતો.
ભગવાન મહાવીરે કહ્યું છે કે : “આ આત્મા જ્ઞાનમય છે, દર્શનમય છે, ચરિત્રમય છે, આત્માને કોઈ પણ વસ્તુ સાથે કોઈ સંબંધ નથી, શરીર સાથે પણ સંબંધ નથી “હું' તે શરીર નથી, શરીર તે હું નથી. આ વિચારોમાં મનને કેળવવાથી ગમે તેવાં ભયંકર દર્દી વખતે ભયંકર પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ માણસ ધૈર્યના ખોચા
For Private And Personal Use Only