________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન ૫રાગ
૪૧
જીભ ન ખાવાનું ખાય ને કર્મ બંધન બાંધે છે. જીભ ન બોલવા જેવું બોલીને જીવનને જ્વાળા બનાવી દે છે. પ્રથમ જીભ ઉપર સંયમ જરૂરી છે; વાણી પર નહીં. ધર્મનો પ્રારંભ જીભથી. આહાર-શુદ્ધિ
અશુદ્ધ આહારથી દુવિચાર અને ત્યાંથી દુરાચારનો જન્મ થાય છે. પ્રથમ આહાર શુદ્ધ હોય તો વિચારમાં પવિત્રતા આવી શકે છે. આચારહીન વ્યક્તિને વેદ પણ પવિત્ર નહીં કરી શકે. પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, વ્રત-નિયમ રાખો, મંદિર જાઓ, સર્વ પ્રયત્ન કરો, પણ તે આહાર-શુદ્ધિ વિના સફળ નહીં થાય.
આહાર-શુદ્ધિ એટલે પવિત્ર વિચાર. જે પ્રકારનું ભોજન કરશો એવા જ પ્રકારના વિચાર આવશે. અન્ન તેવો ઓડકાર. ૮૦ ટકા લોકો જે ખાવાનું ખાય છે, તે ડૉકટરો માટે ખાય છે. જેટલી હોટલોની સંખ્યા વધી તેટલી જ હૉસ્પિટલો વધી છે.
હોટલ તો પોતાની પાસે ન આવવાની ચેતવણી ઉચ્ચારે છે. કેવાં નામ હોટલોને અપાય છે ? “હિન્દુ હોટલ” એનો અર્થ શું છે? તમે હિન્દુ છો, તો અહીંથી ટળો, ચાલ્યા જાઓ. તમારું કામ જ નથી. તમારી પવિત્રતા નાશ પામશે. ભાષા-શુદ્ધિ
કેવી રીતે બોલવું જોઈએ તે પણ આચાર્યોએ બતાવ્યું છે. મુખ જો પવિત્ર હશે તો તે ધર્મ-સાધના સુખ શાનિ દેશે. નહીંતર મનોવિકારો દ્વારા ઈદ્રિયોનો વિકાર વધતો જશે. નફો અને નુકસાન
રોજ મજૂરી અને નફો કાંઈ નહીં. . મોટા મુલ્લા એક વખત ચોપાટી ઉપર બિઝનેસ કરવા ગયા. તેણે એક મિત્રને પણ શોધી કાઢ્યો. બંનેએ મળીને શરબતનો ધંધો કરવાનો નિશ્ચય કર્યો. મુલ્લાએ કહ્યું હું શરબત લાવું છું, તું બરફ લાવ. પાણી અને – ડોલ પણ લાવજે. જે આવશે એને પાંચ પૈસામાં એક ગ્લાસ દેશું. એમાંથી ત્રણ પૈસા ખર્ચના, બે પૈસા નફો. એક તારો ને એક મારો. અરધો અરધો નફો. પરંતુ લાભાંતર કર્મનો ઉદય કેવો હોય ? પ્રયત્ન કરે પણ સફળ ન થાય. પાપનો એવો ઉદય કે સવારથી બપોર સુધી કોઈ ગ્રાહક ત્યાં આવ્યો જ નહીં. ખુલ્લા પાણીનો કોણ ભરોસો કરે ? હવે બડા મુલ્લાને ખૂબ તરસ લાગી. તેણે મિત્રને કહ્યું : “મને પાણી આપીશ ?” મિત્રે કહ્યું : “આ તો ધંધો છે, અહીં ઉધાર નહીં ચાલે.” મુલ્લાએ કહ્યું: “મારી પાસે પાંચ પૈસા છે.”
તેણે પાંચ પૈસા આપીને એક ગ્લાસ શરબત પીધું ત્યારે જ એને તૃપ્તિ થઈ. થોડા સમય પછી એના મિત્રને તરસ લાગી. બડા મુલ્લાએ કહ્યું : “જેમ મેં કર્યું તેમ તું
પણ કર.”
For Private And Personal Use Only