________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચનપરાગ
૪૩
૪૩
અર્જુન : કાંઈ જ નથી દેખાતું, માત્ર એક આંખ સિવાય. દ્રોણ : “તો પછી લગાવી દે નિશાન.' અને અર્જુન એક જ પાસ થઈ ગયો.
બધાને ઝાડ, ફળ, ફૂલ, પત્તાં અને આકાશ દેખાતું હતું. પરંતુ એક માત્ર અર્જુનને કબૂતરની ડાબી આંખ સિવાય કશું જ દેખાતું નહોતું ! ધ્યેય, લક્ષ્ય સિદ્ધ, થયા તો આશીર્વાદ પણ મળ્યા.
હું પણ તમને રોજ લક્ષ્ય બતાવું છું – મોક્ષનું. કર્મને કઈ રીતે મારવું તે પણ શીખવું છું. હવે તમારી પણ પરીક્ષા લઈ લઉં તો ?
દશ અને પાંચ મિનિટ થઈ હોય અને હું પૂછું –- બતાવો, શું દેખાય છે? શું જવાબ આપશો? જવાબ : મકાન, દુકાન બધું દેખાય છે. જ્યાં બધું દેખાય છે ત્યાં મોક્ષ ક્યાંથી દેખાય?
સાધના દ્વારા સાધ્યના લક્ષ્યનો પરિચય કરો. જીવનની સાધના મુખથી શરૂ થાય છે. તે સાધના કઈ રીતે પૂર્ણ થાય ? જ્યારે જીવનનો વ્યવહાર સુધરે ત્યારે. વ્યવહારમાં ગરબડ હશે તો વિચારોમાં પણ હશે. પછી વિતરાગ કેવી રીતે બનશો?
જે મન શેતાન છે, તેને સંત બનાવવાનું છે. એને માટે મનની ચારે તરફ નિયંત્રણ જોઈશે. નિયંત્રણ
યુદ્ધમાં શું કરવામાં આવે છે? વૉર-પૉલિસી શું છે? પ્રથમ બોંબ એરોડ્રોમ, સ્ટેશન, પુલ આદિ પર ફેંકવું છે. એવું શા માટે કરાય છે ? કારણ કે ત્યાંથી ફૂડ-સપ્લાય, સૈનિક, શસ્ત્ર વગેરેની મદદ મળવાની સંભાવના હોય છે. એટલે ત્યાંથી સપ્લાય કટ કરવા પ્રથમ અહીં બોંબ ફેંકાય છે – રેશન અને શસ્ત્ર ન મળે તો સૈનિક લડી શકે ?
કર્મ સાથે યુદ્ધ કઈ રીતે લડવાનું છે ? બિલકુલ સપ્લાય કટ, નહીં તો નિષ્ફળતા.
- પાંચેય ઈન્દ્રિયો અને વિષયોથી મળતી સપ્લાય આપણાં શત્રુ કર્મને બંધ કરી દેવી જોઈએ. એવું કરવાથી સંસાર સ્વર્ગ બની જાય છે. જો દિવસે સપ્લાય કટ કરશો તો રાતમાં પૂર્ણતા પ્રાપ્ત થઈ જશે.
એને માટે સત્યની ઉપાસના કરવી જરૂરી છે. એને માટે અહમૂનો નાશ, પછી નાહમુની આવશ્યકતા છે. જો આમ કરશો તો મનમાંથી શેતાન ચાલ્યો જશે. મન સ્થિર બનશે. તે સ્થિરતામાં આ માનુભવ થશે. મન જ્ઞાતા અને દ્રષ્ટા - સમાન દર્પણ જેવું બની જશે.
For Private And Personal Use Only