________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પ્રવચન પરાગ
મૂર્તિપૂજા, જન્મ, જન્મ પર આધારિત ધર્મ, જાતિ અને ધર્મ એમાં આપની શી માન્યતા છે ?
ભગવાન મહાવીરે એક શ્લોકમાં સારો પરિચય આપ્યો છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, જન્મ અને ધર્મથી જીવનને શું સંબંધ છે ? એમણે કહી દીધું કે : આપણે ત્યાં આ વિચારને કોઈ માન્યતા નથી ! વર્ણવ્યવસ્થા એક પદ્ધતિ હતી, અનુશાસન હતું. અલગ અલગ કાર્યનું વિભાજન હતું. ઋષિમુનિસ કર્યું હતું એ ખોટું કર્યું છે એવું કહેવાનો મારો આશય નથી. પરંપરામાં હંમેશાં પરિવર્તન આવે છે. ભગવાન મહાવીરે પોતાની વિચારધારા આ રીતે કહી છે ઃ
'कम्पुणा होइ बम्पुणो, कम्मुणा होइ खत्तियो
कम्णा होई सुधा, कम्पुणा होई वैश्यो "
-
ભગવાને કહ્યું છે ઃ કર્મથી બ્રાહ્મણ, કર્મથી વૈશ્ય, કર્મથી ક્ષત્રિય, કર્મથી જ શૂદ્ર બને છે – જન્મથી નહીં. જન્મગત પરંપરાને જો સ્વીકારી લઈએ તો તે કાયરતા છે. તેમણે કહી દીધું, ‘તમે તમારા કર્મથી બનો.' તમે જન્મ બ્રાહ્મણ કુળમાં લો, જૈન કુળમાં લો અને કર્મ ચાંડાલ જેવાં કરો તો પરમાત્મા મહાવીર તેનો સ્વીકાર નથી કરતા. કોઈ ભલે શૂદ્ર હશે, અને એનો આદર્શ બ્રાહ્મણ જેવો હશે તો એ આદરણીય બનશે. એટલા માટે આપણે ત્યાં શૂદ્રોએ પણ દીક્ષા લીધી છે. બ્રાહ્મણોએ તો બહુ મોટો ઉપકાર કર્યો છે આપણી પરંપરામાં લગભગ ૮૫ ટકા જૈનાચાર્ય બધા બ્રાહ્મણ જ થયા. ભગવાન મહાવીરથી આજ પર્યંત. આજે વર્તમાનમાં પણ આપણા સૌથી મોટા જૈનાચાર્ય મેરુપ્રભસૂરી વિશુદ્ધ બ્રાહ્મણ છે. એટલા માટે તો, તે જાતિનો તો આપણા સમાજ પર બહુ મોટો ઉપકાર છે. સ્વભાવે તીખા, વિદ્વાન થઈને આપણા આચાર્ય બન્યા. આપણા ધર્મગ્રંથોનાં નિર્માણ પણ એમણે જ કર્યાં છે.
મહાવીર કર્મનો સ્વીકાર કરતા હતા. આપ આપના આચરણથી પવિત્ર બનો. આચરણ જો અપવિત્ર છે તો આપ શૂદ્ર જેવા છો. શૂદ્રનો મતલબ જ એવો થાય છે કે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. આત્મા માટે યોગ્ય નથી. આ સ્પષ્ટ વિચાર છે. મહાવીરની ભાષામાં ખૂબ સ્પષ્ટ દૃષ્ટિકોણ છે. તેઓશ્રીએ કર્મને પ્રમુખતા આપી. જન્મગત દૃષ્ટિકોણ આપણી પરંપરા છે.
જ્ઞાન અને ધર્મમાં શું ફરક છે ?
જ્ઞાન પ્રકાશ છે, અને ધર્મ એની ગતિ છે. જ્ઞાન લાઈટ છે, પ્રકાશ છે, અને એ પ્રકાશમાં ચાલવું જેને ધર્મ માનવામાં આવે છે. જ્ઞાનના પ્રકાશમાં જ ધર્મની ગતિ છે. જ્ઞાન લૂલું-લંગડું છે તો ધર્મ આંધળો છે. બંને વચ્ચે સંઘર્ષ થયો. જ્ઞાનનો તો સંઘર્ષ અજીર્ણ થઈ ગયો, પરંતુ ધર્મને થયું – I am Something મારા વિના ગતિ કેવી ? સંયોગથી બંને અલગ અલગ બેઠા હતા. શું કરવું ? આગે જંગલને ઘેરી લીધું. પ્રશ્ન જન્મ્યો, પણ હવે શું ?
For Private And Personal Use Only