________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
ક્રોધ, માયા, મત્સર, મોહના વિનાશ માટે બ્રહ્મચર્ય જરૂરી ?
ક્રોધ, માયા, મત્સર, મોહ, લોભ સર્વ દુર્વિચાર છે. એના નાશ માટે બ્રહ્મચર્યની આવશ્યકતા છે, ત્યાં વ્યક્તિ શું કરશે? જ્યાં શક્તિ જ ન હોય ત્યાં વ્યક્તિ લડે કઈ રીતે ? લડવા માટે શક્તિ જોઈએ. એ શક્તિ ભીતરમાં ક્યાંથી આવશે ? વિચાર પુષ્ટ કેવી રીતે બને ? બ્રહ્મચર્યથી, એના આદર્શથી !
પ્રત્યેક ચીજ માટે બ્રહ્મચર્ય તેનું ફાઉન્ડેશન છે. પ્રત્યેક ધર્મક્રિયાની અંદર તે પ્રાણસ્વરૂપ માનવામાં આવે છે. પ્રત્યેક જગ્યાએ જીવનનું બ્રહ્મચર્ય જોઈએ, ભલે તે એક પત્નીવ્રત રૂપમાં હોય, યા સદાચાર રૂપમાં યા આજીવન કૌમાર્ય રૂપમાં. તે જ પરમ આવશ્યક છે. એના વિના કોઈ મહત્ત્વ નથી. બ્રહ્મચર્ય પરમ આવશ્યક માનવામાં આવ્યું છે તે પ્રાથમિક સ્થિતિ છે. આપ ક્રોધથી લડશો કેવી રીતે ? સદ્વિચારનું પ્રોડકશન કેવી રીતે થાય ? સદ્વિચાર માત્ર સદાચારથી જન્મશે અને સદાચારથી નિર્માણ થનાર વિચાર પણ ખૂબ પુષ્ટ હોય છે. તે સિંહના સંતાનની જેમ બળવાન હોય છે. જે કર્મને સર્વથા નષ્ટ કરી શકે એવો એનો વિચાર સમર્થ હોય છે. તે વિચારોના માધ્યમથી આપ વિતરાગ સુધી પહોંચી શકો. વિરાગની સ્થિતિ સુધી લઈ જશે.
૨૩
પ્રત્યેક ધર્મની અંદર, યમ-નિયમ તો આવશ્યક છે. તેના વિના આ સ્થિતિ આવી જ ન શકે. લડવાની શક્તિ જ ન આવે. આપ લડી નહીં શકો, માત્ર બોલીને રહી જશો. માર ખાઈ લેશો. અહીં પણ બુદ્ધિની જરૂર પડે છે. જ્યાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. ત્યાં માણસ વિશેષ શક્તિશાળી પુરવાર થાય છે. એક જ વિચારમાં બે લક્ષ્ય હોય છે સંસાર પણ ખત્મ કરવો છે અને કર્મ પણ ટળી જાય એક તીરથી બે શિકાર થઈ જાય.
મોટા મુલ્લા જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે એક માણસને મારીને આવ્યા હતા. કોર્ટમાં જે જ્યારે એને પૂછ્યું, ઊલટતપાસ કરી ‘મોટા મુલ્લા, તમે એને માર્યું શા માટે ?
મુલ્લા : મારી મરજી.
જજ : તમારી મરજી અહીં કામ ન લાગે. તમે એને માર્યો શા માટે ?
મુલ્લા : હજૂર, એને જ પૂછોને.
વ્યક્તિ : અરે સાહેબ ! બહુ જોરથી એણે મને માર્યો છે.
જ ઃ તેં કેટલા જોરથી એને માર માર્યો હતો ?
For Private And Personal Use Only
મુલ્લાએ પેલા માણસ પાસે જઈને જોરથી તમાચો લગાવ્યો. ‘આનાથી દસમો ભાગ માર માર્યો હતો.' બજારમાં માર્યો અને કોર્ટમાં પણ માર્યો. એક તીરથી બે શિકાર કર્યા મુલ્લાએ.