________________
૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- હવે કાયર થઈ હિમ્મતને હારો નહીં. કેમકે ડરવાથી કંઈ કર્મઉદય ટળશે નહીં. આ ધીરજ ઘરવાનો અવસર છે. શૂરવીર થાઓ તેથી સમાધિમરણ થઈ વિજય પ્રાપ્ત થશે.
રુદન કરી તમે તરફડશો તો પણ ક્રૂર એવા કર્મો તમારા પર દયા કરશે નહીં. તો આર્તધ્યાન કરી દુર્ગતિને આપે એવા કર્મોની કમાણી કોણ સમજુ જન કરે? I/૧૨ા
ક્ષત્રિય કુળના સચ્ચા બચ્ચા સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહિ પૂઠ બતાવે, કેસરિયાં કરી મરણ ચહે; તેમ વીર વીતરાગ શરણ લઈ અશુભ કર્મ-પ્રહાર સહે,
દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતા કેમ ચહે? ૧૩ અર્થ - ક્ષત્રિયકુળના સચ્ચા બચ્ચા એટલે ખરા પુત્રો તો લડાઈમાં સામે જઈ શસ્ત્રના પ્રહારો સહન કરે. તે શત્રુને કદી પૂઠ બતાવી ભાગી જાય નહીં. ભલે કેસરિયાં કરી મરણને શરણ થવું પડે તો થાય પણ પાછીપાની કરે નહીં. તેમ શૂરવીર એવો આત્માર્થી પણ વીતરાગ ભગવંતનું શરણ લઈ અશુભ કર્મોના પ્રહારને સમભાવે સહન કરે છે. તે દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતાને કદી ઇચ્છે નહીં. ||૧૩ના
કોઈ મહામુનિને દુષ્ટોએ ઇઘન ખડકીને બાળ્યા, વચન-અગોચર સહી વેદના દેહ દંડ મુનિએ ટાળ્યાપૂર્વ કર્મનું દેવું ઝાઝું તુર્ત પતાવ્યું શૈર્ય ઘરી,
ઊભા ઊભા તે બળી ગયા નિજ સ્વફૅપ અખંડિત સાધ્ય કરી. ૧૪ અર્થ - કોઈ સુદર્શન શેઠ જેવા મહામુનિ મહાત્માઓને દુષ્ટોએ લાકડા ખડકીને બાળી નાખ્યા. વચનથી કહી શકાય નહીં એવી ઘોર વેદનાને સહન કરી મુનિએ કર્મોના ફળમાં પડતા દેહના દંડને સમતાએ ભોગવી ટાળી દીઘા.
પૂર્વકનું ઘણું દેવુ હતું. તે શૈર્ય ઘારણ કરીને ગજસુકુમાર જેવાએ તુર્ત પતાવી દીધું. ઊભા ઊભા બળી જઈ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને અખંડપણે સાધ્ય કરી કેવળજ્ઞાન પ્રગટાવી લીધું. ૧૪
આત્મજ્ઞાન ને પરમ શરણનો કોણ પ્રભાવ કહી શકશે? દેહાદિથી ભિન્ન અનુંભવ આત્માનો એ અજબ દીસે. અકંપપણું અનુભવ મુનિવરનું નિર્ભયતા ઉરમાં ભરશે,
ભવદુખ-દાવાનળથી બળતા પામરને પણ ઉદ્ધરશે. ૧૫ અર્થ - સુદર્શન શેઠ અને ગજસુકુમાર જેવા મુનિવરોએ જે અસહ્ય પરિષહો સહન કર્યા તેનું કારણ આત્મજ્ઞાન અને પરમ શરણભાવ છે. તેનો પ્રભાવ વાણીથી કોણ કહી શકશે? દેહાદિથી ભિન્ન આત્માનો અનુભવ એ જ અજબ ગજબ છે. જેના બળે આવા પરિષહો સહન કરી શકાય છે.
આત્મઅનુભવી એવા મુનિવરોનું અકંપપણું વિચારીને જે ભવ્ય નિર્ભયતાને હૃદયમાં ઘારણ કરશે તે સંસાર દુઃખ દાવાનલથી બળતા એવા પામર જીવો પણ ઉદ્ધારને પામી જશે. ૧૫
પરમ ઘર્મનું શરણ ગ્રહીને સર્વ વેદના હવે સહો, કર્મ-કસોટી કસે શરીરને, જ્ઞાતા-દ્રષ્ટા તમે રહો.