Book Title: Patanjalyoglakshanvichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના મહર્ષિએ કરેલ યોગના લક્ષણને સ્પષ્ટ કર્યા પછી પતંજલિ મહર્ષિએ કરેલ તે યોગનું લક્ષણ અને તેની પ્રાપ્તિના ઉપાયો અસંગત છે, એમ ગ્રંથકારશ્રીનું કહેવું નથી, પરંતુ એકાંત નિત્ય, કૂટસ્થનિત્ય આત્માને સ્વીકાર કરનારના મતમાં યોગ, યોગની પ્રાપ્તિના ઉપાયો, આ સર્વ કથન સંગત થઈ શકતું નથી, એમ ગ્રંથકારશ્રીનું કહેવું છે. જો પતંજલિ ઋષિ આત્માને કથંચિત્ પરિણામી સ્વીકારે, તો જ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગનું લક્ષણ અને યોગના ઉપાયો સુસંગત થાય, તેથી જૈનદર્શનસંમત આત્મા કથંચિત્ પરિણામી છે, તેમ પાતંજલ દર્શનકારે સ્વીકારવું પડે, આ પ્રમાણે શ્લોક-૧૧માં બતાવીને, શ્લોક-૧૨માં સાંખ્યદર્શનકાર અને પાતંજલ દર્શનકાર પ્રકૃતિને એક સ્વીકારે છે, તે પ્રકૃતિને એક સ્વીકારવામાં એકની મુક્તિમાં સર્વ આત્માની મુક્તિ થાય અથવા કોઈની મુક્તિ થાય નહિ, એ આપત્તિ આવે, અને જડ એવી પ્રકૃતિનું પુરુષના અર્થનું કર્તવ્યપણું અયુક્તિવાળું છે, તેમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. જો પુરુષ કૂટસ્થ નિત્ય હોય તો બાહ્ય વિભિન્ન અવસ્થામાં જ્ઞાન-અજ્ઞાનનો વ્યવહાર, ક્યારેક સુખાદિનો ભોગવટો, ક્યારેક ભોગના ત્યાગનો વ્યવહાર પુરુષમાં કઈ રીતે થઈ શકે ? આ સમસ્યા પાતંજલ દર્શન સમક્ષ ઉપસ્થિત થાય છે, તેની સંગતિ શ્લોક-૧૩ થી ૨૦માં પતંજલિ ઋષિ પોતાની માન્યતા અનુસાર કરે છે; પણ એ બધી વાતો જૈનદર્શનકારને માન્ય નથી, તે ગ્રંથકારશ્રીએ યુક્તિપૂર્વક બતાવેલ છે. તે સર્વ કથનનું નિગમન શ્લોક-૨૧માં કરીને તેમાં ગ્રંથકારશ્રી દૂષણ આપે છે કે શ્લોક-૧૩ થી ૨૦ સુધી કહેલ પતંજલિ ઋષિનું વક્તવ્ય બરાબર નથી, કેમ કે એ રીતે પ્રકૃતિનો મોક્ષ થાય, પુરુષનો નહિ. તેથી શ્લોક-૨૨માં કહેવાયેલું ‘પડ્વવિંશતિતત્ત્વજ્ઞો’ એ વચન વૃથા સિદ્ધ થાય; કેમ કે એ કથન પ્રમાણે પુરુષનો મોક્ષ થાય છે, અને પુરુષને પચીશ તત્ત્વના જ્ઞાનથી મુક્તિ થાય છે, એવો અર્થ ફલિત થાય છે, તે સંગત થાય નહિ. વળી કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારીએ તો, દષ્ટ સર્વ વ્યવસ્થા આત્માને માન્યા વગર સંગત થાય. માટે સાંખ્ય દર્શનકારોને આત્માના અસ્વીકારની આપત્તિ આવે છે, તેમ શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. વળી સાંખ્યદર્શનની માન્યતા પ્રમાણે બુદ્ધિથી જ દુષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થયે છતે, કૃત્યાદિના આશ્રયથી અતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 200