Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 5
________________ આહુવાન અપાયેલું છે. સંખ્યાબંધ દિવસ પસાર થઈ ગયા છતાં ભાઈ પરમાનંદે તે આહવાનને હજુ સુધી સ્વીકાર કર્યો નથી, તે તેમની અસત્યતા તેમજ દાંભીક રીતે સમાજને અવળે રસ્તે દેરવાની કાર્યવાહીનું સચેટ ઉદાહરણ ગણી શકાય. આપણે ક્રાંતિ, વિપ્લવ, બળ, સામને એવા શબ્દો ખુબ વાપરીએ છીએ પણ આપણું માનસ ક્રાંતિકારનું બન્યું નથી.” વાંચક, આથી યુવકોને ક્રાંતિકારકાર થવા, વિપ્લવ જગાડનાર થવા, બળવાખોર થવા, સામનો કરવા એટલે જ્યાં ને ત્યાં તોફાને કરવા તેઓ જણાવે છે એમ શું નથી જણાતું? ત્યારબાદ સુધારકે કેટલાક સારા કામ કરે છે તે ન કરવા માટે ટીકા કરતાં જણાવે છે કે સુપન કે બેલીના ઘીની આવક સાધારણ તરીકે વાપરો પણ મંદિરના ભંડારની આવકને તે આપણાથી અડાય જ નહિ, છોકરાઓને કોલેજમાં ભલે ભણવા મોકલે અને ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ મોકલે પણ ખાનપાનમાં ધાર્મિક નિયમો તેમની પાસે ફરજીયાત પળાવો, ઉંચી કેળવણમાં જરૂર દ્રવ્ય ખરચે, પણ મંદિર, મહોત્સવ તેમજ ઉજમણાં એટલાં જ જરૂરી છે એ ન ભૂલે. ત્રણ વિભાગ સાથે એકતા જરૂર વધારે પણ કોઈ પણ તીર્થને લગતે આપણો હક્ક જાળવવા ખાતર અન્ય વિભાગ સાથે લડવામાં પાછા ન હઠ + + + આ યુગમાં આવા અધકચરા સુધારકે સૂર્ય પાસે ખદ્યોત જેવા લાગે છે.” આથી શું એમ નથી જણાતું કે મંદિરના ભંડારની રકમને દુરૂપયોગ કરવા સુધારકેને પ્રેરે છે. તેમજ અવનતિકારક કેળવણી લેવા પરદેશ જૈન બાળક જાય ત્યાં જૈનત્વને યોગ્ય ખાનપાનની બીન જરૂરીયાત જણાવી, જેન તરીકેની છાપે ત્યાં ન પડે તેવું તે ગર્ભિત રીતે કહેવા માગે છે એમ શું નથી લાગતું? મંદિરો ઉજમણું ને મહેન્સ એમને બીનજરૂરીયાત લાગે છે એમ શું નથી જણાતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52