Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 44
________________ હવે રહ્યા સંસારી. કર્મથી બંધાએલી-કર્મયુકત દશાને ભાગવતા તે સંસારી જીવે છે. સંસાર એ ચાર ગતિનું નામ છે. દેવમનુષ્ય-તિર્યંચ અને નારક-આ ગતિનું નામ સંસાર છે. કર્મ– બદ્ધાવસ્થાના કારણે જીવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારી જીવના મુખ્ય બે ભેદો છે. ૧ ત્રસ અને સ્થાવર, ૨ સ્થાવરના પાંચ ભેદો છે. ૧ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય. આ પાંચ પ્રકારના જીવો એકેન્દ્રિયવાળા-વગિન્દ્રિયવાળા હોય છે. આના પણ બે ભેદ છે. સૂક્ષ્મ અને બાદર. સુમ છવો સમસ્ત લોકથી વ્યાપ્ત રહેલા છે. સમસ્તલોકાકાશ એવા જીવોથી પરિપૂર્ણ છે. ત્રસ જીવમાં બેઈદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયનો સમાવેશ થાય છે. આ જીવો હાલવા ચાલવાની ક્રિયા કરતા હેવાથી “ ત્રસ ” કહેવાય છે. પંચેન્દ્રિય છના ચાર વર્ગ છે. નારક, તિયચ, મનુષ્ય અને દેવતા. નારક સાત છે, માટે નારકીના છોના વર્ગ પણ સાત છે. તિર્યંચના પાંચ વર્ગ છે. જળચર, સ્થલચર, બેચર, ઉરપરિસર્પ, અને ભુજપરિસર્ષ. મનુષ્યના ત્રણ વર્ગ છે-કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતfપજ. દેવતાના ચાર વર્ગ છે–ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક. આમ સંસારી જીવોને અનેક ભેદાનભેદ બતાવવામાં આવ્યા છે. જીવનની સમતા, જીવની શકિતઓ અને જવાની ક્રિયાઓ જેમ જેમ વિજ્ઞાનને વિકાસ થતું જાય છે, તેમ લોકેાના વધારે જાણવામાં આવતી જાય છે. જીવોના સંબંધમાં જૈનશામાં ઘણું બારીકાઈથી વર્ણન કરવામાં આવ્યું છે. અને તે વિજ્ઞાનની સાથે મળતું આવે છે. જીવોની સક્ષમતાના સંબંધમાં જૈનશાસ્ત્રમાં જે વર્ણન છે તે વાંચતાં કે અત્યાર સુધી અશ્રદ્ધા કરતા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52