Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 46
________________ ૫ આશ્રવ સાથRડન રામ તિ | અર્થાત જે માર્ગારા કર્મો આવે તે આશ્રવ છે. કર્મોપાદાનના હેતુ તે આશ્રવ. કર્મોનું ઉપાર્જન મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ત્યાગ એટલા વડે થાય છે. તેમાં વસ્તુસ્વરૂપથી વિપરીત પ્રતિભાસ એ મિથ્યાત્વ છે, હિંસા-અમૃતાદિથી દૂર ન થવું, એ અવિરતિ છે. ક્રોધ, માન, માયા, લોભ એ કષાય છે. અને મન-વચન કાયાને વ્યાપાર એ વેગ છે એમાં શુભગ પુણ્યને અને અશુભયોગ પાપનો હેતુ છે. ૬ સંવર આવતાં કર્મોને જે અટકાવે એનું નામ સંવર છે. સવર એ ધર્મને હેતુ છે. પુણ્ય અને સંવરમાં શેડકજ તફાવત છે. પુણ્યથી શુભકર્મ બંધાય છે, જ્યારે સંવર આવતાં કર્મોને રોકવાનું કામ કરે છે. ૭ બંધ-કર્મને આત્માની સાથે બંધ થવ-જોડાવું એનું નામ બંધ છે. કર્મનાં પુગલે આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. આ પગલે આત્મા ઉપરની રાગ-દ્વેષની ચીકાશને લીધે આત્મા ઉપર આવી વળગે છે. આ બંધ ચાર પ્રકાર છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ રસબંધ અને પ્રદેશબંધ. કર્મના મૂલ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકાર, એ તેને પ્રકૃતિબંધ છે. કર્મબંધન સમયે તેની સ્થિતિ અર્થાત તે કર્મને વિપાક કેટલી મુદત સુધી ભેગવો પડશે, એ પણ નિર્માણ થાય છે, એનું નામ સ્થિતિબંધ છે. કેટલાંક કર્મો કડવા રસે બંધાય છે જ્યારે કેટલાંક મીઠારસે એમ વિચિત્રરૂપે કર્મ બંધાય એ એને રસબંધ. કહેવાય છે. કોઈ કર્મ અતિગાઢ બંધાય છે, કોઈ ગાઢ, કોઈ શિથિલ, અને કેઇ અતિશિથિલ એ રીતે બંધાય છે. અર્થાત કોઈ કર્મ પાતળા તો કઈ પૂલ એમ જે બંધાય છે, તે પ્રદેશબંધ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52