________________
પરતુ ચેકસસ નામનું પ્રાણિ, કે જે સોયના અગ્રભાગ ઉપર એક લાખ જેટલી સંખ્યામાં આસાનીથી બેસી શકે છે, એવું વિજ્ઞાનતાઓ તરફથી જાહેર થયું, ત્યારે લોકોને શાસ્ત્રમાં બતાવેલી જીવોની સૂક્ષ્મતા ઉપર શ્રદ્ધા થવા લાગી. આવી જ રીતે વનસ્પતિના જીવોમાં રહેલી શક્તિનું વર્ણન જ્યારે સુપ્રસિદ્ધ વિજ્ઞાનના બેઝ મહાશયે પ્રત્યક્ષ કરી બતાવ્યું, ત્યારે લોકેની આંખ ખુલી. ધ્યાનમાં રાખવું જોઈએ કે, આજે વિજ્ઞાનતાઓ જે વાત પ્રયોગો દ્વારા-જંત્રો દ્વારા પ્રત્યક્ષ કરી બતાવે છે, તે વાત આજથી પચીસસો વર્ષ પહેલાં જૈનતીર્થકર ભગવાન્ મહાવીરે પિતાના જ્ઞાનદ્વારા જનતાને સમજાવી હતી. જનશાસ્ત્રોમાં આવી કેટલીએ બાબતે છે કે જે વિજ્ઞાન નની કસોટીમાં સિદ્ધ-ઉત્તીર્ણ થઈ જાય તેમ છે. હા, તે બાબતને વિજ્ઞાન દ્વારા જેવી જોઇએ. જૈનશામાં “શબ્દ” ને પૈદ્ગલિક બતાવેલ છે, તે જ વાત આજે તાર, ટેલીફેન અને ફેનેગ્રામની રેકાર્ડમાં ઉતારાતા શબ્દોથી સિદ્ધ થાય છે. વાત એટલીજ છે કે પ્રયત્ન કરવાની જરૂર છે.
૨ અજીવ–બીજું તત્વ અજીવ છે. ચેતનતાને અત્યન્તાભાવ, એ અજીવનું લક્ષણ છે. જડ કહ, અચેતન કહે, એ એકાર્થવાચી શબ્દો છે, આ અચેતન-જડ તત્વ પાંચ વિભાગમાં વિભકત છે -ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાલ-આની વ્યાખ્યા પહેલાં કરવામાં આવેલી છે.
૩-૪ પુણ્ય-પાપ-શુભ કર્મ બાંધવાને હેતુ તે પુણ્ય છે અને અશુભકર્મ ઉપાર્જન કરવાને હેતુ તે પાપ છે. સમ્પત્તિઆરોગ્ય-રૂપ-કીર્તાિ-પુત્ર-સ્ત્રી-દીર્ઘ આયુષ્ય-ઇત્યાદિ ઇહલૌકિક સુખનાં સાધનો તેમજ સ્વર્ગાદિ સુખો જેનાથી પ્રાપ્ત થાય, એ શુભ કર્મોને પુણ્ય કહેવામાં આવે છે. અને તેનાથી વિપરીત-દુઃખનાં સાધન મેળવી આપનાર કર્મ-તે પાપ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com