Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 47
________________ કર્મના સંબંધમાં કેટલુંક વર્ણન પહેલાં કરેલું છે, એટલે અહિં વિશેષ નહિં લંબાવું. ૮ નિર્જરા–બાંધેલાં કર્મોનો ક્ષય કરવો-કર્મો ભોગવ્યા બાદ ખરી જવું, એનું નામ નિર્જરા છે. કર્મો બે રીતે ખરી પડે છે-જૂદાં થાય છે. ૧ “મારાં કર્મોને ક્ષય થાઓ.” એવી બુદ્ધિ પૂર્વક જ્ઞાન-ધ્યાન-તપ-જપ આદિ કરવાથી કમ છૂટે છે, જેને સકામનિજર કહેવામાં આવે છે. અને કેટલાંક કર્મો પિતાને કાલ પૂરો થતાં ઈરછા વગરજ પિતાની મેળે ખરી પડે છે. જેનું નામ અકામનિર્જરા છે. ૮ મોક્ષ. મેક્ષ એટલે મુકિત અથવા છૂટકારે. સંસારથી આત્માનું મુકત થવું, એનું નામ મોક્ષ છે. મોક્ષનું લક્ષણ ત્રાकर्मक्षयो मोक्षः આત્માએ જે કર્મો બાંધ્યાં હોય છે, તેમાં ઘાતિ કર્મો (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય, અંતરાય, અને મોહનીય) ને ક્ષય થતાં છવને કૈવલ્ય-કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કેવલજ્ઞાની આયુષ્ય પૂર્ણ થવાના સમયે બાકીના ચાર અધાતિ ( નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય ) કર્મોને ક્ષય કરી આત્મા શરીરથી છૂટો થઈ ઊર્ધ્વગતિ કરે છે. અને એક જ સમયમાં તે લોકના અગ્રભાગે પહોંચી જાય છે અને ત્યાં અવસ્થિત થાય છે. આ મુકિતમાં--- ક્ષમાં ગયેલે જીવ કહેવાય. સજન, એક્ષ-મુકિત-નિર્વાણ ઇત્યાદિ પર્યાયવાચી શબ્દો છે. આ મેક્ષને સ્વીકાર તમામ આસ્તિક દર્શનકારેએ કર્યો છે. બકે દરેક દર્શનકારે “મેક્ષનું ” જે લક્ષણ બતાવ્યું છે, તે પ્રકારાન્તરે એક સરખું જ છે. જુઓ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52