Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 29
________________ અઘાતિ બન્નેના ચાર ચાર ભેદા છે. એટલે કર્મના મુખ્ય આઠ. ભેદ બતાવવામાં આવ્યા છે. ૧ જ્ઞાનાવરણીય જેને આંખ ઉપર બાંધેલા પાટાની ઉપમા આપવામાં આવી છે. અર્થાત આખે પાટો બાંધેલો માણસ, જેમ કે પદાર્થ જોઈ શકતો નથી. તેવી રીતે જેને “ જ્ઞાનાવરણીય ” કર્મરૂપી પડદે આત્માની ઉપર આચ્છાદિત થયેલ છે, તેનું જ્ઞાન ઢંકાલું રહે છે. ૨ દર્શનાવરણીય–અને દરવાનની ઉપમા આપવામાં આવી છે. રાજાની મુલાકાત કરાવવામાં જેમ દરવાન વિઘભૂત થાય છે, તેમ આ કમ વસ્તુતત્વને જોવામાં બાધક થાય છે. ૩ મોહનીય–આ કર્મ મદિરાસમાન છે. મદિરાથી બેભાન થયેલ માણસ ભાન ભૂલી ચંદા તદા બકે છે, તેમ મેહથી મસ્ત બનેલા માણસ કર્તવ્યાકર્તવ્યને સમજી શકતું નથી. ૪ અન્તરાય-આ રાજાના ભંડારી જેવું છે. રાજાની ઇચ્છા દાન કરવાની હોય, પણ ભંડારી બહાનાં કાઢી દાન ન દેવા દે, તેમ આ કર્મ શુભ કાર્યોમાં વિઘભૂત થાય છે. ૫ વેદનીય-મનુષ્ય સુખ-દુ:ખને જે અનુભવ કરે છે, તે આ કર્મના પરિણામે. સુખ એ શાતા વેદનીય કર્મનું પરિણામ છે, અને દુઃખ એ અશાતાદનીય કર્મનું. ૬ આયુષ્યકર્મ–જીવનને ટકાવી રાખનારૂં કર્મ એ આયુષ્ય કર્મ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ્ય પ્રાપ્ત થવું એ આ કર્મનું ફળ છે. ૭ નામકર્મ–સારી ગતિ, સારૂં શરીર, પૂર્ણ ઈદ્રિય પ્રાપ્ત થાય છે, એ શુભનામકર્મના કારણે અને ખરાબગતિ, ખરાબ શરીર અને ઈનિી હીનતા એ અશુભ નામકર્મના કારણે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52