Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 32
________________ પાંચ કારણ– ઉપર બતાવેલા “કર્મ ' ના વિવેચન ઉપરથી આપ સૌના સમજવામાં આવ્યું હશે કે જીવને અને કર્મને અનાદિ સંબંધ હોવા છતાં પણ પુરૂષાર્થથી એ કર્મોને ક્ષય થઈ શકે છે. સવ થા ક્ષય કરી શકાય છે. કેટલાક મહાનુભાવો એવું સમજવામાં ભૂલ કરે છે કે “ જૈનધર્મમાં કેવળ કર્મની જ પ્રધાનતા છે. કર્મ ઉપર જ વિશ્વાસ રાખીને બેસે છે. ” પરન્તુ, સજજને, એવું નથી. જૈન સિદ્ધાન્તમાં જેમ કર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમ પુરૂષાર્થનું પણ છે. કર્મોને હઠાવવાના-દૂર કરવાના અનેક ઉપાયોજ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમાદિ–બતાવવામાં આવેલ છે. જે એકલા કર્મ ઉપરજ ભરોસે રાખીને બેસી રહેવાનું જણાવ્યું હતું, તે આજ જૈનમાં ઉગ્ર તપસ્યા, અદ્વિતીય ત્યાગ-વૈરાગ્ય, મહાકષ્ટસાધ્ય સંયમ-આદિ દેખવામાં આવે છે, તે દેખવામાં આવતે જ નહિં. અત એવા સ્મરણમાં રાખવું જોઈએ કે જૈનધર્મમાં કર્મનું પ્રાધાન્ય નથી, પરંતુ કમની સાથે પુરૂષાર્થને પણ તેટલી જ હદ ઉપર માનવામાં આવેલ છે. હા, “ પ્રાણિ જેવા જેવા પ્રકારનાં કર્મ કરે છે, તેવા તેવા પ્રકારનાં ફળની પ્રાપ્તિ થાય છે. ” એ વાતની ઉદ્યોષણ જરૂર કરવામાં આવી છે. પરંતુ મારા ધારવા પ્રમાણે આ વાતમાં તે કઈ પણું દર્શનકાર અસમ્મત નહિં જ થાય. હવે હું ઉપર કહી ગયો તેમ કર્મ અને પુરૂષાર્થનું જૈનદર્શ નમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ ખરું છે, પરંતુ તેથી આગળ વધીને કહું તે જૈન દર્શનમાં, કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં કર્મ અને પુરૂષાર્થ એ જ નહિ, બલકે પાંચ કારણે માનવામાં આવ્યાં છે. તે પાંચ કારણે આ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52