Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 33
________________ ૧૪ ૧ કાલ, ૨ સ્વભાવ, ૩ નિયતિ, ૪પુરૂષકાર અને ૫ કમ. આ પાંચે કારણે એક બીજાની સાથે એટલાં બધાં ઓતપ્રેત-સંયુક્ત થઈ ગયેલાં છે, કે એમાંના એક પણ કારણના અભાવમાં કોઈ પણ કાર્ય થઈ શકે નહિ. આ વાત એક ઉદાહરણ દ્વારા આપણે તપાસીએ જેમ-બ્રાં બાળકને જન્મ આપે છે, તેમાં સૌથી પ્રથમ કાળની અપેક્ષા છે, કારણ કે વિના કાળે સ્ત્રી ગર્ભ ધારણ શકતી કરી નથી. બીજું કારણ સ્વભાવ છે. જો તેમાં બાળક ઉત્પન્ન કરવાને સ્વભાવ હશે તે જ ઉત્પન્ન થશે, નહિ તે નહિં થાય. ત્રીજું નિયતિ ( અવશ્યભાવ ) અર્થાત જે પુત્ર ઉત્પન્ન થવાને હશે તો જ થશે. નહિંતે કંઈક કારણ ઉપસ્થિત થઈ ગર્ભ નાશ પામશે, શું પુરૂષકાર ( પુરૂષાર્થ). પુત્ર ઉત્પન્ન થવામાં પુરૂષાર્થની પણ જરૂર છે. કુમારી કન્યાને પુત્ર કદિ ઉત્પન્ન ન જ થાય. આમ ચારે કારણે હેવાની સાથે કર્મ( ભાગ્ય)માં હશે તે જ થશે. એટલે કે પુત્ર ઉત્પન્ન થવા રૂપ કાર્યમાં ઉપર્યુકત પાંચે કારણે મળે છે, ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. કેવળ ભાગ્ય ઉપર આધાર રાખીને બેસી રહેવામાં કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. તલમાં તેલ હોય છે, પણ તે ઉદ્યમ વિના નીકળતું નથી. કેવળ ઉઘમને જ ફલદાયક માનવામાં આવે તે ઉંદર ઉદ્યમ કરવા છતાં પણ સર્પના મુખમાં જઈ પડે છે. ઘણા મનુષ્યો દ્રવ્યપ્રાપ્તિ માટે ઉધમ કરે છે, કિન્તુ ફળ પામતા નથી. કેવળ ભાગ્ય (કર્મ) અને ઉદ્યમ બેને જ માનવામાં આવે તો તે પણ ઠીક નથી. કારણ કે ખેતી કરનાર ઉચિત સમય સિવાય સત્તાવાન બીજને ઉધમપૂર્વક વાવે તે પણ તે ફૂલીભૂત નહિ થાય. કારણ કે કાળ નથી. યદિ આ ત્રણનેજ કારણ માનવાળાં આવે તે પણ ઠીક નથી, કારણ કે-કેરડુ મગને વાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52