________________
૨૧
પુદગલાસ્તિકાય, ૫ જીવાસ્તિકાય અને જે કાલ આ છએ દ્રવ્યોની સંક્ષિપ્ત વ્યાખ્યા જોઈએ.
૧ ધમસ્તિકાય-સંસારમાં આ નામને એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુગલ(જડ)ની ગતિમાં સહાયક થવું, એ આ પદાર્થનું કાર્ય છે. યદ્યપિ જીવ અને પુદ્ગલમાં ચાલવાનું સામર્થ્ય છે, પરંતુ ધર્માસ્તિકાયની સહાયતા વિના તે ફળીભૂત નથી થતું. જેમ માછલીમાં ચાલવાનું સામર્થ્ય છે, પરંતુ પાણી વિના તે નથી ચાલી શકતી. તેમ આ પદાર્થ જીવ અને પુદ્ગલની ચલન ક્રિયામાં સહાયક થાય છે. આ ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે:ધ, ૨ દેશ અને ૩ પ્રદેશ.
એકસમૂહાત્મક પદાર્થને સ્કન્ધ કહેવામાં આવે છે, તેના જુદા જુદા ભાગોને દેશ કહે છે, અને પ્રદેશ તે કહેવાય છે જેના ફરી વિભાગ થઈ શકે નહિં.
૨ અધર્માસ્તિકાય આ પણ એક અરૂપી પદાર્થ છે. જેમ પથિકને સ્થિતિ કરવામાં-સ્થિર થવામાં વૃક્ષની છાયા સહાયભૂત છે, તેમ જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં આ પદાર્થ સહાયક થાય છે.
આ બે પદાર્થોને અવલંબીને જ જૈનશાસ્ત્રોમાં લેક અને એલેકની વ્યવસ્થા બતાવવામાં આવી છે. અર્થાત જ્યાં સુધી આ બે પદાથો વિદ્યમાન છે. ત્યાં સુધી જ લે અને તેથી પર અલેક છે. અલેકમાં આકાશસિવાય બીજું કંઈ નથી અને એટલા માટે જ મેક્ષમાં જનારા જીવોની ગતિ લોકના અંત સુધી બતાવી છે. તેથી આગળ આ બે શકિત-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયઆ બે પદાર્થોને અભાવ હોવાથી જીવ ત્યાં ગતિ કરી શકતો નથી. જે આ બે પદાર્થો ન માનવામાં આવે તે જીવની ઉર્ધ્વગતિ બરાપર થતી જ રહે અને તેમ માનવા જતાં મેક્ષસ્થાનની વ્યવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com