________________
૧૬
કઇ રૃખી વિચાર થાય કે, “ આ માણસ છે કે લાકડુ'. ” આનુ નામ સંશય છે. આમાં સર્પ કે દારડી, ક્રવા માણુસ અે લાકડું કઇ પણ નિર્ણય કરવામાં આવ્યા નથી. આ એક સંશય છે. પરન્તુ સ્યાદ્વાદમાં તેવું નથી. ત્યારે સ્યાદ્વાદ ' શી વસ્તુ છે, એ આપણે જોઇએ. ‘સ્યાદ્વાદ'ની સંક્ષેપમાં વ્યાખ્યા આમ થઇ શકે છેઃ" एकस्मिन् वस्तुनि सापेक्षरीत्या विरुद्धनानाधर्मस्वीकारो हि स्याद्वादः ।
.
એક પદાર્થોમાં અપેક્ષાપૂર્વક વિરૂદ્ધ નાના પ્રકારના ધર્મોના સ્વીકાર કરવા, એનું નામ સ્યાહ્વાદ છે.
સસારના તમામ પદાર્થોમાં અનેક ધર્માં રહેલા છે. જો સાપેક્ષ રીતિથી આ ધર્મોનુ' અવલાકન કરવામાં આવે તે તેમાં તે ધર્માંની સત્યતા જરૂર જણાશે, એક વ્યાવહારિક દૃષ્ટાન્ત જ લઈએ.
એક માણસ છે. તેનામાં અનેક ધર્માં રહેલા છે. તે પિતા છે, તે પુત્ર છે, તે કાા છે, તે ભત્રિજો છે, તે મામા છે, અને તે ભાણેજ પણ છે. આ બધાએ ધર્માં પરસ્પર વિરૂદ્ધ છે, છતાં તે એકજ વ્યક્તિમાં રહેલા છે; પરન્તુ તે વિરૂદ્ધ ધર્માં આપણે અપેક્ષા પૂર્વક જોઇએ તા જ સિદ્ધ થાય છે. મતલબકે–તે પિતા છે, તેના પુત્રની અપેક્ષાએ; ૐ પુત્ર છે, તેના પિતાની અપેક્ષાએ; તે ભત્રિજો છે, તેના કાકાની અપેક્ષાએ; તે મામા છે, તેના ભાણેજની અપેક્ષાએ અને તે ભાણેજ છે, તેના મામાની અપેક્ષાએ. જો આ પ્રમાણે અપેક્ષાપૂર્વક ન જોવામાં આવે, તા એવા વિરૂદ્ધ ધમો એક વ્યકિતમાં ન જ સંભવી શકે.
આવીજ રીતે દુનિયાના તમામ પદાર્થાંમાં-આકાશથી લઈને દીપક પર્યંન્તમાં-સાપેક્ષરીતે નિતત્વ, અનિત્ય, પ્રમેય, વાગ્ય ત્યાદિ ધર્માં રહેલા આાપણે એઇ શકીએ છીએ. ત્યાં સુધી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com