________________
૮ ગોત્રકમ ઉચ્ચ ગોત્ર અને નીચ ગાત્રની પ્રાપ્તિ થવી જોઈએ
આ કર્મના કારણે. શુભકમથી ઉચ્ચ ગોત્ર અને અશુભકર્મથી નીચ ગોત્ર પ્રાપ્ત થાય છે.
ઉપર બતાવેલાં આઠ કર્મોના અનેકાનેક ભેદાનભેદ છે. એનું વર્ણન કર્મગ્રંથ' કમ્મપયડી' આદિ ગ્રંથોમાં ઘણાજ વિસ્તારથી કરવામાં આવેલું છે.
ઉપરના કર્મોનું બારીકાઈથી અવલોકન કરનાર સહજ જે શકશે કે-જગતમાં જે નાના પ્રકારની વિચિત્રતા દેખાય છે, એ આ કર્મોને જ આભારી છે. એક સુખી એક દુઃખી, એક રાજા એક રંક, એક કાણે એક અપંગ, એક મોટમાં બેસે એક પાછળ દેડે, એક મહેલમાં રહે, એકને રહેવાની ઝુંપડીયે ન મળે, એક જ્ઞાની તરીકે ઓળખાય, બીજે મહામૂર્ખ ગણાય, આ બધું જગતનું વૈચિત્ર્ય હેવાનું કંઈ કારણ હેવું જોઈએ, અને તે કારણે બીજું કેઈ નહિ, પરંતુ સો સોએ કરેલાં કર્મોનું ફળ જ છે. છવો જેવા. જેવા પ્રકારનાં કર્મો કરીને જન્મે છે, તેવા તેવા પ્રકારનાં ફલાની પ્રાપ્તિ તેમને થાય છે.
એ ઉપરજ કહેવામાં આવ્યું છે કે “ કર્મ' એ જડ પદાર્થમિલિક પદાર્થ છે; છતાં તેની શકિત કંઈ કમ નથી. કર્મ જડ હેવા છતાં તે આત્માને ચૈતન્યને પિતાના તરફ ખેંચે છે અને જેવા. પ્રકારનું તે કર્મ હોય છે, તેવી ગતિ કે સુખ-દુઃખ તરફ તેને લઈ જાય છે.
આત્મા પુરૂષાર્થ કરી કરીને-પોતાની અનંત શકિતને ફેરવી ફિરવીને જ્યારે આ કમેને સર્વથા નાશ કરશે, ત્યારે તે પિતાના અસલી સ્વરૂપને પ્રાપ્ત કરશે-ઇશ્વરવ પ્રાપ્ત કરશે.
અહિં એ શંકાને અવકાશ છે કે અનાદિકાળથી જીવ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com