________________
ઉપસંહાર–આજે અપરધર્મોમાં, ક્રિશ્ચયને પ્રીસ્તીઓ મુસ્લીમે. આર્યસમાજી પિતાના ધર્મ પ્રચાર માટે, પિતાની સંસ્કૃતિના વિસ્તાર માટે, પિતાના સાધુઓ પ્રતિ આકર્ષવા માટે, હિંદુસ્તાનમાં અનેકવિધ પ્રયત્ન કરી રહેલા છે. અને એ રીતે પિતાના ધર્મનું અધિકને અધિક બળ ને દઢિકરણ કરતા જાય છે. જ્યારે પરમાનંદ જૈન ધર્મની મૂળભુત વસ્તુઓ જેવી કે જેને સંસ્કૃતિ, અહિંસા, તપ, જપ ઈદ્રિયદમન, મૂર્તિઓ, મુનિવરે, તારક તીર્થો, મહેત્સ, ઉજમણું અને જૈન તત્ત્વજ્ઞાન, સાધુત્વ વેષ વિગેરે આત્મવિલાસક ત ઉપર કુહાડા મારી જૈન સમાજને ઉત્કર્ષને માર્ગે લઈ જવાને બદલે અવનતિના માર્ગે ઘસડી જવા પ્રયત્ન અને પ્રચાર કરે છે. અને આત્મહિતનાશક નૃત્યકલાઓને, સીનેમાઓને માંસ સિવાયની વસ્તુઓની ભઠ્યતાને, સાધુત્વવેષના અપરિધાનને, દેવદ્રવ્યને દુરૂપયોગ કરવાને વિગેરે વિગેરે સમાજને અત્યંત નુકશાનકારક માર્ગોને સત્કાર કરે છે, તેમાં તેને હર્ષ માલુમ પડે છે. અને એ રીતે કરતાં સમાજ ભયંકર અવનતીની ગર્તામાં પટકાવવાને બદલે તેને તેમાં સમાજની પ્રગતિ જણાય છે. આ સર્વે ઉપરથી દરેક જૈન સારી રીતે સમજી શકે છે કે પરમાનદ આપેલ ભાષણ ધર્મવિરૂદ્ધ, જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંત ઉપર કુઠારાઘાત કરનારું જૈનત્વથી તદન પર, આર્યવને અણછાજતું અને કઈપણ જાતની વિચારણીય અને ગ્રાહ્ય દલીલો સિવાય માત્ર શાબ્દિક આડંબરથી
જૈન ધર્મના તત્વોથી કેવળ અન્ન અને ભોળા સમાજને ઉધે રસ્તે દેરવવા માટે મુખ્ય સાધનરૂપ છે એમ દરેક રીતે સાબીત થઈ ગયું છે માટે પ્રત્યેક જેન પરમાનંદની મનસ્વી વાફાળાથી સાવધી બને અને તેમાં રહેલી અધાર્મિક્તા, નીતિનાશક્તા તેમજ હિંસકતા વિગેરે સમજવાપૂર્વક તેના કુવિચારમાં ન ફસાય અને માનવજીવનને પરમ જ્ઞાનીએાના સુધા સમા વચનામૃતથી સફળ બનાવે એજ અમારી અંતઃકરણની અભિલાષા સાથે વિરમીએ છીએ.
ધી વિરવી પ્રિન્ટીંગ પ્રેસ, રતનપોળ સાગરની ખણી અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com