Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 26
________________ પહેલી બાબત એ છે કે ઈશ્વર અવતાર ધારણ કરતા નથી. અને એ વાત તો સ્પષ્ટ સમજાય તેવી છે કે જે આત્માઓ સકલ કર્મોને ક્ષય કરી સિદ્ધ થાય છે સંસારથી મુક્ત થાય છે, તેઓને પુનઃ સંસારમાં અવતાર લેવાનું કંઇ કારણ રહેતું જ નથી. જન્મ મરણેને ધારણ કરવા, એ કર્મપરિણામ છે, અને મુકતાવસ્થામાં એ કર્મનું નામ નિશાન પણ રહેતુ નથી. જ્યારે “ક” ' રૂ૫ કારણને જ અભાવ છે, તો પછી “જન્મ ધારણ કરવા ” રૂપ કાર્યની ઉત્પત્તિ હે ઈ જ કેમ શકે? કારણ કે– " दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्करः । कर्मबीजे तथा दग्धे न राहति भवाङ्करः ॥ બીજ અત્યન્ત બળી ગયા પછી અંકુર ઉત્પન્ન થતો નથી, તેવી રીતે કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુરો ઉત્પન્ન થતા નથી. વળી મુકતાવસ્થામાં નવીન કમબંધનનું પણ કારણ નથી રહેતું. કારણ કે કર્મ એ એક જડ પદાર્થ છે. તેના પરમાણુ ત્યાંજ લાગે છે, જ્યાં રાગ-દ્વેષની ચીકાશ હોય છે અને મુતાવસ્થામાં પરમાત્માસ્થતિએ પહોચેલા આ લાઓને રાગ-દ્વેષી ચીકાશને. સ્પર્શમાત્ર પણ નથી હોતો. અત એવ મુકતાવસ્થામાં નવીન કર્મબંધનને પણ અભાવ છે. અને કર્મબંધનના અભાવના કારણે તે મુકતાત્માઓ પુનઃ સંસારમાં આવતા નથી. બીજી બાબત છે ઈશ્વર કર્તત્વ સબંધી. જૈનદર્શનમાં ઇશ્વરMવને અભાવ માનવામાં આવ્યું છે. અર્થાત “ઇશ્વરને જગતના કતા માનવામાં આવતા નથી. ” સામા ય દષ્ટિથી દેખવામાં આવે તો જગતના દશ્યમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52