________________
વિદ્યાર્થીઓને બાતલ કરવાનું સુચવવામાં કેટલી નિર્વિવેકતા તેમજ ધર્મવિમુખતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે સમજી શકાય તેમ છે. રાત્રિભોજનથી થતા અનેક અનર્થો, તથા જીવહિંસા, અનેક રેગાદિની ઉત્પત્તિ, વિગેરેથી જેનસમાજ સારી રીતે સુપરિચિત છે.
“આજના સાધુ સમાજમાં કેટલીક વ્યક્તિઓ ધર્મશાસ્ત્રોને સારો પરિચય ધરાવે છે. કોઈ કઈમાં નવા જમાનાની ઠીક ઠીક સમજ જોવામાં આવે છે. કઈ કઈ સન્ત પુરૂષોની કેટિમાં મૂકી શકાય તેવા પણ હોય છે, કે જેઓ સદા આત્મસાધનામાં જ નિમગ્ન રહે છે અને બીજી કઈ પણ ખટપટમાં પડતા નથી. આ બધું હવા છતાં સમગ્રપણે વિચારતાં મને એમ લાગ્યું છે કે આ આખો વર્ગ કોઈ કાળે નવા વિચાર સાથે ગતિ કરી શકે તેમ છે જ નહિ. xxx સાધુઓમાં ઘણા ખરા સ્થિતિચૂસ્ત છે. કેટલાક નવા વિચારના વાધા પહેરીને ફરે છે. પણ અંદર રંગ તો એવો ને એજ હેાય છે. કઈ કઈ એવા છે કે જેના ઉપર નવા પ્રકાશની છાયા પડી છે તે તેમનામાં શિરતાજ ભરેલી હોય છે. આ રીતે જોતાં આ વર્ગ તરફથી કશી પણ આશા રાખવી એ વ્યર્થ છે ઉલટું તેઓની સત્તાને સમાજ પ્રગતિમાં પ્રતિરોધક બળ તરીકે જે ઉપયોગ થઈ રહ્યો છે, તે ઉપયોગની બને તેટલી અટકાયત કરવાના ઉપાયો યોજવાની આજે જરૂર ઉભી થઈ છે.”
વાંચક વિચારે કે પરમાનંદ પણ સાધુઓ સારા શાસ્ત્રને પરિચય ધરાવનારા છે, કેટલાક આત્મધ્યાન નિમગ્ન છે, વિગેરે જરૂર સ્વીકારે છે. તેવા મહાપુરૂષોની મહાન તપશ્ચર્યાદિના ઉત્તમ સંયમબળે સારાય સુસ જેન જેનેતર સમાજ પર ઊંડી છાપ છે, એ પણ જરૂર છેજ. પરમાનંદને તપશ્ચર્યામાં, ઉત્તમ પુરૂષેના નામગ્રહણમાં ઇકિય દમનમાં, મંદિરમાં, મહત્સવોમાં, ઉજમણુમાં અને એવા હરેક આત્મહિતકારક શુભ અનુષાનેમાં સમાજ પ્રગતિને રેપ લાગે છે એ
તો પહેલાંથી જ સિદ્ધ થઈ ચૂક્યું છે. સમાજને સાચા માર્ગે લાવનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com