Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 12
________________ સાધુએજ છે, જેથી તેમને હલકા પાડવા તેમની પ્રજાને નાશ કરવા અને એ રીતે મહાન પુરૂષોની મહાન પ્રભારૂપ સત્તાના ઉપયોગને તે અટકાવવા બને તેટલા પ્રયત્ન કરવા જણાવે છે, એ સ્પષ્ટ છે. અંદર ઉડેથી વિચાર કરતાં સાધુસંસ્થાને તે વ્યર્થ નકામી જણાવે છે, એ પણ જણાયા વિના નહિં જ રહે. અને આથી સમાજને ઉધે રસ્તે લઈ જનારી પ્રગતિના નામે પૂજ્ય મુનિવરોની મહત્મભાને અટકાવવા માટે સાધુઓને નાશ થાય તેવા અટકાયત માર્ગો લે એ પણ સ્વાભાવિક જણાયા વિના નહિ જ રહે. કારણ કે સાધુઓની હયાતિમાં પ્રભાને પૂરતો નાશ પણ નજ થઈ શકે એ પણ સ્વાભાવિક જ છે પણ પરમાનંદની તે મનસ્કામની માત્ર તેના હૈયામાંજ રહેવાની. શાસન હજુ ૧૮ હજાર વર્ષ રહેવાનું છે, એ તે નિશ્ચિત જ છે. એટલે ગમે તેવા દુર્ઘટ અટકાયત માર્ગો તે લે તેથી સાધુ સમાજને નાશ થાય એ કદી સ્વનેય સમજવા જેવું નથી પરંતુ વાંચક જરૂર સમજી શકશે કે આ એમની કેવી વિચિત્ર હલકો મનભાવના છે. “ આપણી પ્રજાના માનસ ઉપર વેશપૂજાને ભારે મહિમા વર્તે છે. સાધુ સન્યાસીના વેશ પાછળ આપણી પ્રજા ગાંડી છે. આ મેહિનીમાંથી લેકને મુક્ત કરવા જોઈએ. વેશ પલટતાથી માણસ પલટતું નથી અને ઉંચી કક્ષાએ પહોંચવાના અભિલાષી મુમુક્ષુને બાહ્ય વેશ બદલવાની જરા પણ જરૂર નથી. આ વાત જનતાના ચિત્ત ઉપર ઠસાવવી જોઈએ.” વાંચક મહાપ્રભુએ ફરમાવેલ સાધુત્વ જીવનને આલંબન ભૂત ગુણયુક્ત વેશને ઉડાવવા કેવો આ જડતા ભરેલ કુવિચાર છે. મધ્યરાત્રિની સ્ટીમર ઈચ્છીત સ્થળે આવી શકે તે ખાતર દીવાદાંડી ઉભી કરાય છે. એ દીવાદાંડીના નાશને પ્રયત્ન એ સ્ટીમરને અથડાવી નાશને જ પ્રયત્ન જેમ ગણાય, તેવી રીતે પુદગલાનંદ પિષક જડવાદને તિલાંજલી આપવા ઈચ્છુક અને સત્યતત્વ ગ્રહણછક માનવને માટે સાધુત્વ વેશ ઉડાવવાની જે મનવૃત્તિ સેવવી કે પ્રયત્નો કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52