Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 13
________________ એ સત્ય તત્વ જીજ્ઞાસાયુક્ત માણસને અથડાવવાનો અને વંચિત રાખવાન બાલિશ પ્રયત્ન છે કે બીજું કાંઈ? સમુદ્રમાં ગબડી પડેલા માનવને સમુદ્રના પાણી ઉપર લાવી સમુદ્રપાર થવા માટે હેડી અપાય તેનું કારણ તે સુખેથી સમુદ્ર પાર પામી શકે તે છે, અને તરવાની અજબ શક્તિ ધરાવનાર તે હોય છતાંય સમુદ્રની મચ્છીઓ ન ગળી જાય તે જ કારણથી મનુષ્ય હેડી-એને હેસે ગ્રહણ કરે છે. તેવી રીતે સંસારરૂપ સમુદ્રથી પાર થવા માટે વિશેષ ગુણપણ પૂર્વક સાધુત્વ વેશરૂપ હડિકા અપાય અને મછિએ રૂપ સંસારનાં બંધને ફેર ન લાગુ પડવા પામે તે મુમુક્ષુ હશે મુનિત્વ ચિહ્નરૂપ હેડકા ગ્રહણ કરે છે. તે સર્વ સમજવા છતાં અને કેવલજ્ઞાની મહામુનિવરેને પણ ઈદ્ર મહારાજે આપેલ સાધુવેશના અનેકાનેક દષ્ટાન્તો તેમજ વેશ ગ્રહણ બાદ જ વન્દનાદિની હકિકતો જાણવા છતાં મુનિવયુક્ત વેશ એને ઉપકારક છે એમ જાણતાં છતાં મુનિયુક્ત ચિહ્નને ઉડાવવા વ્યર્થ શબ્દપ્રલાપ કરવો એ સાધુ સમાજનો નાશ કરવાને દીવા જેવો ખૂલ્લો જડતા ભરેલે પ્રયત્ન છે કે બીજું કાંઈ ? એક કાળ એવો હતો કે કોઈ માણસ સંસાર છોડીને આત્મસાધના કરવા ચાલી નીકળતો તે સમાજ તેનું ભરણપોષણ રાજીખુશીથી કરતા. આ ભાવના આજે રહી નથી. કારણ કે અનુભવથી માલુમ પડયું છે કે આવી ખરી આત્મસાધના કરનાર હજારમાંથી કોઈ એક નીકળે છે. જ્યારે નવસે નવાણું તો કેવળ પ્રમાદી જીવન જ ગાળતા હોય છે. આજે સમાજ તેને જ પિવવા માગે છે કે જે બદલામાં ખૂબ સેવા આપવા માંગતો હોય. x x x x x x કેવળ ત્યાગી મુમુક્ષને પાળવા પિષવા આજની સમાજ તૈયાર નથી.” આખીએ સમાજના નામે ઉપર પ્રમાણે પરમાનંદે કરેલી જાહેસતથી તેમના હૃદયમાં રહેલી મલીન ભાવનાઓ સ્પષ્ટ જણાઈ આવે છે. અને સાધુઓ પ્રતિ શ્રાવોને શ્રમણોપાસક ભાવ પૂર્વની માફક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52