Book Title: Parmamand Kutark Samiksha Author(s): Vijaybhadrasuri, Jainakvijay Publisher: Bhogilal Karamchand Shah View full book textPage 7
________________ કરવા માગતા હોય એમ જણાય છે. આથી તેઓ શાસ્ત્રો પર અવિશ્વાસનીય લાગણી ફેલાવવા પ્રયત્ન કરે છે. અને આમ થવાથી તીર્થંકર દે પ્રતિ લોકોને અશ્રદ્ધા તે આવી જ જશે. અને આમ થવાથી શાસનને સમૂલો નાશ કરવાની પોતાની મનોવૃત્તિ ફલિત કરવા પરમાનંદજી દુર્ભાવના સેવે છે, એમ શું વાંચક મહાશય ઊંડું વિચારતાં નહિ સમજી શકે છે? “ પ્રથમ આપણું બળ એકત્ર અને સંયોજિત કરવાનું અને પછી હલ્લો જ લઈ જવાન. સામેના પક્ષની સત્તાના કીલા સર કરવાના અને ધાર્યા કાર્યક્રમને સ્વીકાર કરાવીને જ નિરાંતે બેસવાનું. દાખલા તરીકે એક વિચાર સ્ફર્યો છે અને ચોતરફ સત્કારવા લાગે છે કે દેવમંદિરમાં થતી આવકને ઉપયોગ સમાજ હિતના કાર્યમાં થવા જોઈએ. મંદિરના અને મૂર્તિના શણગાર બંધ થવા જોઈએ. મંદિરના સાદા નિભાવથી બચત રહેતી રકમમાંથી વિદ્યાલય, સસ્તા ભાડાની ચાલીએ. આરોગ્યભૂવને, દવાખાનાઓ વિગેરે પરોપકારી સંસ્થાઓ ઉભી થવી જોઈએ.” આમાં પરમાનંદજીએ હલે જ લઈ જવો વિગેરે શબ્દ વાપરી પોતાની મનોવૃત્તિ ઉદ્ધતાઈ ભરેલી અને તેફાની છે એમ જનતાને પૂરી રીતે જણાવી આપ્યું છે અને દેવદ્રવ્યના આ રીતના દુરૂપયોગની શ્રાવકેમાં કયાંય મને વૃત્તિ જણાતી નથી. છતાં આ કાલ્પનિક બાબત શા માટે ઉભી કરાઈ છે એ જણાતું નથી. સુધારકે ધાર્મિક ટ્રસ્ટડીડ હમણાં પસાર કરાવ્યું અને હવે આમ સમાજહિતના નામે જુઠ્ઠી વાતો બહાર પાડી દેવદ્રવ્યના દુરૂપયોગ માટે સરકારના ધ્યાન પર લાવવા સરકાર તરફથી કાયદો કરાવવાની દુષ્ટાથી આમ અત્યારથી આવી કલ્પિત વાતો બહાર પડતી હોય એમ ઊંડેથી વિચાર કરતાં કંઈક ભાસ થયા વિના રહેતો નથી. તદુપરાંતના તેમના સર્વ વિચાર માટે ધર્મપ્રિય વાંચક વિચારે કે તેમનામાં જૈનત્વને છાજતું કશુંય જણાય છે કે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52