Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ ૨૭૬ वेय तिय तिरि नरेसु, इत्थी पुरिसों य चउविह सुरेसु । थिर विगल नारएसु, नपुंसवेओ हबइ एगो ॥ - તિર્યંચ ગતિના હાથી, ઘેડા, પશુ-પક્ષી વગેરે જીવોમાં તથા મનુષ્ય ગતિના સ્ત્રી-પુરુષ મનુષ્યમાં સ્ત્રી-પુરુષ અને નપુંસક એમ ત્રણે વેદ હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવતાઓમાં માત્ર સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે જ વેદને ઉદય હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ સ્થાવર માં માત્ર એક નપુંસક વેદને ઉદય હોય છે. કૃમિ, અળસીયા આદિ બેઈન્દ્રિય જીવમાં કીડી, મંકેડા, માંકડ, જૂ આદિ તેઈન્દ્રિય જીવોમાં માખી, મચ્છર, ભમરા વિ. ચઉરિદ્રિય જીવેમાં આ ત્રણે વિકેલેંદ્રિય જીવોમાં નપુંસકવેદને ઉદય હોય છે અને શેષ બાકી રહેલા સાતે નરકના નારકી ને નપુંસકવેદ મેહનીયને તીવ્ર ઉદય હોય છે. “નવ-સંમૃદિને નવું નજાનિ ? એક નારક જીવ બીજા નારક જીવને જુએ છે અને મનમાં જાતીય વૃત્તિ પેદા થાય છે. વિષય વાસનાને આ વેગ આવતાં જ તે તેની સાથે ભેગ ભેગવાની ઈરછા રાખે છે ત્યાં મર્યાદાના કોઈ બંધન તો છે જ નહીં તીવ્ર કામેચછાથી બીજા નારકી જીવ ઉપર જ્યારે કેઈ પડે છે અને ભોગ ભેગવવા માટે લાલાયિત થાય છે. તેટલામાં તા પરમાધામી આવે છે અને પાટુ મારીને તેને અધમૂઓ કરી નાંખે છે નારક જીને એક ક્ષણની પણ શાંતિ હતી નથી એક તો અહીં મહાભયંકર પાપ કર્મો કરીને નરકમાં જાય છે અને વળી ત્યાં પણ વિષચ વાસનાનું પાપ તો છૂટતું નથી. ફરી તે પાપ, ફરી ને સજા આમ ચક ચાલ્યા કરે છે. આ રીતે ચારે ગતિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી અને દેવથી માંડીને નારકીના જીવ સુધી ૮૪ લાખ જવાનિવાળા સર્વ માં વિષય વાસના કામની ઈચ્છા–ભેગની ઈચ્છા પડેલી છે. વનસ્પતિકાયના વૃક્ષ-છેડ પણ આ વેદ (ઈછા)થી દૂર નથી. તેનામાં પણ આ વૃત્તિ પડેલી છે. કેઈ સ્ત્રીના સ્પર્શથી વધવાવાળી લજામણી વનસ્પતિ અને સ્ત્રીની લાતથી વધવાવાળી લતામણી વનસ્પતિ આદિ અનેક પ્રકારની વનસ્પતિઓ છે. અનેક વેલેલતાઓ, એ પ્રમાણે વૃક્ષ છેડો પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66