Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 52
________________ ૩૨૧ સાધના કરતે હતો. એકવાર નાના ભાઈ દેવચન્દ્ર મુનિ વિહાર કરતાં ત્રીપુર નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. રાજા કુમારચંદ્ર જલ્દીથી દર્શનાર્થે ગયા અને ભાવપૂર્વક વંદના કરીને પાછો ફર્યો. આવીને પત્ની રાણીને કહ્યું. તું પણ જઈને આવ. વંદના કરી લે. બીજા દિવસે સવારે અને કોની સાથે રાણ જ્યારે વંદન કરવા નીકળી ત્યારે વચમાં નદીમાં મોટું પુર આવેલું જોયું આથી પાછા ફરી આવીને રાજાને વાત કરી. ત્યારે રાજાએ કહ્યું –દેવી તમે જાઓ અને નદીને કહેજે. કે-“હે નદી ! જે રાજા શુદ્ધ બ્રહ્મચારી હોય તે માર્ગ આપ.” રાણુને બહુ આશ્ચર્ય થયું. નવાઈની વાત હતી. અરે શું હું નથી જાણતી? કે રાજા બ્રહ્મચારી છે કે નહીં? મારી સાથે સંબંધ કરવા છતાં પણ બ્રહ્મચારી કેવી રીતે રાજાએ કહ્યું–દેવીતું જઈને કહીને તે જે !.. રાની નદી કિનારે ગઈ અને તે જ શબ્દો કહેતાં હાથ જોડીને પ્રાર્થના કરી–એક ક્ષણમાં–જેતા જોતામાં આશ્ચર્ય—કે નદીની વચમાં માગ થઈ ગયો. અડધું પાણી એક તરફ અને અડધું પાણી બીજી તરફ ! વચમાંથી રાણી ગઈ, બધા ગયા અને ફરી નદી વહેવા લાગી. દેવચ% મુનિને વંદના કરીને પાછું ફરવું હતું તેથી સાધુ મુનિરાજને પૂછયું મહારાજ ! આવતી વખતે તે પતિના બ્રાચર્યના પ્રભાવથી આવી ગઈ–હવે પાછી કેવી રીતે જાઉં ? સાધુ મહારાજે કહ્યું –દેવી ! જાઓ નદીને કહેજે- આ સાધુ નિત્ય ઉપવાસી હોય તો હે નદી ! જવાને માર્ગ આપ ! રાણીએ આવીને તે શબ્દોને પ્રયોગ કર્યો અને નદીએ માર્ગ આયે...રાણી રાજમહેલમાં આવી ગઈ. આ બન્ને ચમકારેથી રાણીનું મન ચક્કર ખાઈ રહ્યું હતું. અરે ! આ કેવી રીતે શકય હોઈ શકે? રાજા નિત્ય બ્રહ્મચારી? અને સાધુ નિત્ય ઉપવાસી ?... આ વાત સમજમાં નથી આવતી. આખરે સાધુ મહાત્માએ સમજાયું–દેહવ્યવહારથી તે ક્રિયાને કરતા પણ, ઔદાસીન્ય ભાવથી. અનિરછાથી કરતાં પણ ભાવ મને તેનાથી અલિપ્ત હોય, અનાસક્ત હોય તે તે ક્રિયાથી મુકત પણ હોઈ શકે છે. આથી જેમ હું આહાર પણ અનાસકિતથી દેહને ભાડું આપવાની જેમ નિરસ લઉં છું. તેવી જ રીતે રાજા પણ મનથી વૈરાગી છે. વિરકત-બ્રહ્મચર્યની ભાવનાવાળા છે. ફકત તમારા કારણે સંસારમાં રહેવું પડયું છે. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66