Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 62
________________ ૩૩૧ કામદેવને પણ ધિકાર છે. આ વેશ્યાને પણ ધિકાર છે. અને એ જ રીતે મને પણ ધિક્કાર છે. - સ્ત્રીઓ પહેલાં પ્રેમ ઉત્પન્ન કરે છે. નેત્રબાણેથી કોઈના હદયનો શિકાર કરે છે. પછી અભિમાન ઉત્પન્ન કરીને તેને બહેકાવે છે. પછી એની સાથે રમત રમે છે. અને અંતે તેને વિષાદમાં છેડી દે છે. એહ દયાવાન પુરૂષોના હૃદયમાં પ્રવેશ કરીને ફરી તેને ભમાવે છે. બિચારો પુરૂષ સ્ત્રીના દોરે બંધાયેલો લફ્ટની જેમ નાચતે રહે છે. સ્ત્રીઓના કામવાસનાથી ભરપુર ચરિત્ર જોઈને બુદ્ધિમાન પુરૂષે વિષયેથી વિરકત થવું જ શ્રેયસ્કર છે. કારણ કે વિષય તે વિષ તુલ્ય છે. विषस्य विषयाणां च पश्यतां महदन्तरम् । उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥ વિષ અને વિષયમાં બહુ મોટું અંતર છે. વિષ તો ખાધું હોય અને તે પેટમાં જાય તે માત થાય છે. પરંતુ વિષય તો સ્મરણ માત્રથી, મારે છે. કામદેવ મદનના પણ કામ બાણે છે, તેનાથી તે હણે છે. दर्शनात् स्पर्शनात् श्लेषात् या हन्ति समजीवितम् । हेयोपविषनागीव वनिता सा विवेकिभिः ॥ જે કામદેવની પત્ની સ્ત્રીને કામ દષ્ટિથી જોવાથી, સ્પર્શ કરવાથી અને આલિંગન કરવાથી જીવનની સમતા અને સ્વચ્છતા ક્ષણભરમાં નાશ પામી જાય છે. એવી કમી કમાંગના-વામાંગનાને વિવેકી પુરૂષ યથાર્થ સમજીને ત્યાગ કરી દેવી જોઈએ. ભર્તુહરીએ તો રાણી અને સંસારને ત્યાગ કરીને સંન્યાસ લઈ લીધે. સેંકડો મહાપુરૂષોએ ચારિત્ર ધર્મ સ્વીકાર કર્યો છે. ત્યાગના રાગમાં અને રાગના ત્યાગમાં જે મજા છે. તે જગતમાં કયાંય નથી. અંતે ના, જેણે સમજી વિચારીને ત્યાગ નથી કર્યો એની તે દુર્દશા, દુર્ગતિ ખેની સામે જ છે. કહેવાય છે કે રાજા પ્રદેશને સૂર્યકાંતા, રાણીએ આલિંગનના બહાને ગળું દબાવીને મારી નાખ્યો હતો. કામરાગી વેશ્યાઓએ જ અરણિક મુનિ, આષાઢાભૂતિ, નંદિષેણ જેવા મહા સુનીએને પતન કરાવ્યું હતું, ચારિત્રથી પદભ્રષ્ટ કરીને પાડયા હતા. આ રીતે વૈરાગ્ય શતકથી વૈરાગ્યને બેધ લઈને મનને આ રીતે વૈરાગ્ય ભાવનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66