Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ૨૬ એક જ જન્મમાં પોતાની મા–બહેન આદિ સાથે સંબંધ મથુરા નગરીની કુબેરના નામની વેશ્યા યૌવનના પ્રારંભમાં જ ગર્ભવતી થઈ. ગર્ભને મારી નાંખવાના સેંકડે વિચારે પછી વેશ્યાએ અંતિમ નિર્ણય લઈને બે છોકરાઓને જન્મ આપે. એક છોકરો અને બીજી છોકરી. વિચાર્યું કે અરે ! આ સંતાન મારા વ્યવસાયમાં બાધક બનશે. આથી બંનેના હાથમાં નામ લખીને વીટીઓ પહેરાવી દીધી બાળકનું નામ રાખ્યું કુબેરદત્ત અને પાલિકાનું નામ રાખ્યું કુબેરદત્તા અને એક લાકડાની પિટીમાં બંધ કરીને યમુના નદીના પ્રવાહમાં ભગવાન ભરોસે મૂકી દીધા. સૌર્યપુર શહેરના નદી કિનારે બે વેપારી મિત્રો બેઠા હતા. તેમણે પેટી જેઈને લીધી, ખોલી અને જોયું તે બે જીવતાં બાળક હતા. સંતાન વગરના તે બંને વેપારીઓએ એક એક લઈ લીધા. પાળી પિષીને મોટા કર્યા અને એક દિવસ યૌવન વયમાં આવતા તે બંનેના લગ્ન કરાવી દીધા. વિધિની કેવી વિચિત્રતા! ભાઈ બહેન આજે પતિ-પત્ની બન્યા. સંસારનું સુખ ભેગવતા ચોપાટ રમતાં એક દિવસ બંનેએ પોત-પોતાની વીંટી ઈ બંનેની સમાનતા આદિ ઉપર વિચાર વિમર્શ કર્યા પછી તપાસ કરતાં ખબર પડી કે બન્ને ભાઈબહેન છે. આ જાણુને ઘણું દુઃખ થયું. બંનેએ અપવિત્ર લગ્ન સંબંધ તોડી નાંખ્યા. ભાઈ કુબેરદત્ત વ્યાપારને માટે મથુરા શહેરમાં ગ. વ્યાપાર શરૂ કર્યો. પણ ભાગ્યવશ કુબેરસેના વેશ્યાને ત્યાં જ આવીને રહ્યો અને તેની સાથે વિષય ભેગને સંબંધ કરતે રહ્યો. હાય ! ભાગ્ય કેટલું વિચિત્ર કે બહેનથી છૂટ તો માતાની સાથે દેહ સંબંધ શરૂ થયો. સમય વ્યતીત થતા માતા કુબેરસેનાએ પુત્રને જન્મ પણ આપ્યું. આ બાજુ કુબેરદત્તા બહેનને નગરમાં કઈ સાદવજીનો પરિચય થ. સંસારનું સ્વરૂપ સાંભળતા સાંભળતા તે વૈરાગી બની, દીક્ષા લીધી. સાવી બનીપોતાના પાપોને પશ્ચાતાપ કરી તેનું પ્રાયશ્ચિય કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું, અરેરે ! ભાગ્ય કેટલું બળવાન છે!, પોતાના જ્ઞાનથી ભાઈ અને માતાનો અનિષ્ટ સંબંધ જોઈને તુરત વિહાર કરીને સાદવજી મથુરા પધાર્યા અને વેશ્યાને ઘેર જઈને દ્વાર પર બેઠેલા રડતાં બાળકને શાંત કરવાના બહાને તેને સંબોધનથી કહેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66