________________
૩૧૪
છે. તેઓને શું તકલીફ છે ? તેઓને હાથ-પગ ચલાવવાની પણ આવશ્ ચૂકતા નથી. શહેનશાહ ઠાઠમાં રહેવાવાળા તેએ સુરા અને સુ ંદરીમાં મશગુલ રહે છે. ભારત અને અન્ય દેશમાંથી આવી એજન્ટ યુવતિઓને ઝૂમ કરીને લઈ જવાય છે અને સ્ટીમર મારફત ત્યાં મેકલાય છે. એક એક સ્ત્રીની પાછળ પાંચ-દસ હજારની કિંમત મળે છે અને ત્યાંના આસુરી વૃત્તિવાળા કામી નરાધમે બીજી સારી સ્રી મળી જાય તે તેને નાકરડીદાસીના રૂપમાં વેચી દે છે.
એ રીતે વિદેશેાનું ગ્રીનકાર્ડ બતાવીને લગ્નની જાહેરખબર આપીને....સારી યુવતિએની સાથે લગ્ન કરીને, વિદેશેામાં જઈને વેચવી વેશ્યાવૃત્તિ કરાવવી વગેરે વ્યવસાયમાં લગાડવાનુ આજે પ્રચલિત થઈ ગયું છે. વિદેશમાં લગ્નને બંધન મનાય છે. પાંચ-સાત-દસ વાર છૂટાછેડા આપવાના અને બીજી અપનાવવાની વાત આજે ત્યાં સરળ થઈ ગઇ છે. સ્ત્રીએ જ્યાં ફક્ત ઉપભાગનુ સાધન માત્ર છે, પુરૂષને માટે ફક્ત મન બહેલાવવાનું રમકડું માત્ર છે ફક્ત કામભાગની તૃપ્તિનુ સાઘન માત્ર મનાયું છે. સ્ત્રી સ્વાતંત્ર્યની વાતા કરવાવાળાઓએ પણ કયાં સ્ત્રીઓને તે ઊ ંચુ સન્માન આપ્યું છે ?—મનુસ્મૃતિમાં મનુ અહીં સુધી કહે છે.
यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः । यत्रैतास्तु न पूज्यन्ते, सर्वास्तत्राफला क्रियाः ॥
જે ઘર અથવા દેશમાં સ્રીઓનો સત્કાર થાય છે તે કુલ-ઘર અથવા દેશમાં વિધાયુક્ત દૈવી પુરૂષ સ્માનન્દથી ક્રીડા કરે છે અને જ્યાં સીએનો સત્કાર નથી થતા ત્યાં બધી ક્રિયા નિષ્ફળ જાય છે.
शोचन्ति जामयो यत्र, विनश्यत्याशु तत्कुलम् ! न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा ॥
જે ઘર-કુલ-દેશમાં વેશ્યાગમન, અત્યાચાર, વ્યભિચાર ખળાત્કાર વગેરે કારણેાસર એશેાકાતુર રહે છે, તે કુલ-ઘર શીધ્ર નાશ પામે છે અને જ્યાં સ્ત્રીઓ સંતુષ્ટ આનદી સન્માનિત છે. તે કુલ-ઘર-સવદા વૃદ્ધિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org