Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૩૦૮ ગઈ છે. પશ્ચિમની સંસ્કૃતિનું અંધ અનુકરણ કહે અને પિતાની સાચી આર્ય સંસ્કૃતિનો ત્યાગ કરે, છોડો આ અનાઆર્ય સંસ્કૃત હવે Out of Date ગણાય છે. એની હાંસી-મજાક ઉડાવાય રહી છે. યુવક મિત્રો ! આ પણ વિચારે કે તમારી આવી દયનીય દશા ઉપર હસવું પણ ઘણું મુશ્કેલ થઈ ગયું છે. આ વિજ્ઞાને T.V. અને Video ની ભેટ આપી. પરંતુ વિચારે શું પરિણામ આવ્યું ? આજે પાનવાલાની દુકાન ઉપર અવધ બુફિમે જેવાની ભીડ મેર છે. આજે ઘેર-ઘેર ચિત્રપટનું વાતાવરણ બની ગયું છે. સમય નથી એમ કહેવાવાળાકલાક સુધી ત્યાં ઘરમાં અથવા બહાર T. V. ઉપર ચીટકીને બેસી રહે છે. આજે બાપ-બેટા, મા-બેટી, ભાઈ–બહેન. સાસુ-વહુ, મિત્ર બધા ભેગા મળીને એકી સાથે ટી. વી. જુએ છે. વિચારે ! જે દશ્ય બધાએ એકી સાથે જેવું ઉચિત પણ નથી. તે આજે જોવાઈ રહ્યું છે અને તેનું એવું ભયંકર પરિણામ પણ દેખાય છે કે ઘરમાં ભાઈબહેનના સંબંધ પણ પવિત્ર નથી રહ્યા. માફ કરજે-રાખડી જે ભાઈબહેનનું પ્રેમનું પ્રતિક હતું તે પણ એક પવિત્ર દોરી આજે વિકૃત થઈ ગઈ છે. આજે તો કોઈને બહેન બનાવાય છે. કેઈ બહેન કેઈને ભાઈ બનાવે છે અને તે પણ રક્ષાબંધનના નામ ઉપર અને તે રાખડીના નામની નીચે....ભાઈ-બહેનના પવિત્ર શબ્દોના નેપથ્યની પાછળ અશ્લીલ સંબંધ સેવાઈ રહ્યા છે. અનાચાર વધી રહ્યો છે ! અરે....રે.... આ વિષ ચક કયાં અટકશે ! કામ વાસનાએ બધા ક્ષેત્રોમાં વિજય મેળવી લીધે છે એવું લાગે છે. આજે તો કામદેવ જ બધા ખંડેને વિજેતા બનીને મહા સમ્રાટ ચક્રવતી બની ગયો છે... જાણે એવું લાગે છે. આજે ધમી એને માટે ઘણું કઠિન સમય આવ્યો છે અને અધમીમહાપાપી–મહાકામીને માટે તો ઘણે સુંદર સમય આવ્યા છે. ધમને માટે બધું વાતાવરણ પ્રતિકૂળ છે–જ્યારે કામી અને પાપીને માટે બધું વાતાવરણ અનુકુળ છે! એક સમય એવો હતો જ્યારે ૧૦-૧૨ વર્ષના છોકરાઓ વસ્ત્ર વિના નગ્ન થઈને–નદી તળાવમાં ન્હાતા હતા, ગલીઓમાં ફરતાં હતાં તો પણ વાસના-વિકાર શું ચીજ છે તેનું તેઓને જ્ઞાન હેતું, કેમ કે તે સમયે તેવું વાતાવરણ હતું અને આજે ૧-૨ વર્ષના છોકરા-છોકરીઓને વસ્ત્ર વિના રાખવા પણ અનુચિત્ત છે. જ્યારે સાંભળીએ છીએ અને સમાચાર પત્રમાં વાંચીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66