Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 29
________________ ૨૯૮ મહાવીરને પણ સંસારમાં રહેવું પડયું. યશોદાની સાથે સંસાર સુખ ભેગવતા તેને એક કન્યાની પ્રાપ્તિ પણ થઈ. પ્રિયદર્શનને મોટી કરીને જમાલીની સાથે પાણિ ગ્રહણ પણ કરાવવું પડયું. આ રીતે સંસારનું કાર્ય પૂરું કરીને વર્ધમાનકુમાર સંસારથી મહાભિનિષ્ક્રમણ કરીને નીકળ્યાં. ભગવાન ઋષભદેવનાં પણ લગ્ન થયા હતા. તેમને ભારત બાહુબલિ આદિ સો પુત્ર પણ હતા... આ રીતે જ્યારે સ્વયં તીર્થકરને પણ પોતપોતાના કાળમાં સંસારમાં કર્મવશ બધું જ કરવું પડયું, તે જ તીર્થકર ભગવાન સર્વજ્ઞ -બનીને શું અમારા બધાના મનોભાવોને જાણતા આવો ઉપદેશ કેવી રીતે આપશે કે સવે દીક્ષા લઈ લે? નહીં.... નહીં .. લગ્ન કરવા એ મહા પાપ છે. કઈ પણ લગ્ન ન કરે. ના ..... આવું ભગવાન કયારેય નહીં કહે. કોઈ પણ તીર્થકરેએ કયારેય આવું કહ્યું નથી અને ભવિષ્યમાં કહેશે નહીં. કેઈ તીર્થંકરના ઉપદેશથી સંસારના સર્વે જીવોએ દીક્ષા લીધી નથી અને ભવિષ્યમાં કયારેય એવું બનવાનું નથી કે તીર્થંકરના ઉપદેશથી સંસારના સર્વે દીક્ષા લઈ લે. આ પણ સંભવ નથી. હા, પણ ભગવાન એવું પણ નહીં કહે કે બધાં લગ્ન કરી લે. ના, આ પણ સંભવ નથી. તીર્થકર ભગવાને જ ચતુર્વિધ સંઘની (તીર્થની) સ્થાપના કરી છે. સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકાની સ્થાપના કરીને શ્રાવક-શ્રાવિકા ગ્ય ધર્મનું સ્વરૂપ પણ તેમણે જ બતાવ્યું છે. હા ... સર્વજ્ઞ પ્રભુએ આ રીતે ઉપદેશ આપે છે ... કે હે ભવ્ય પ્રાણીઓ ! આ સંસાર અસાર છે. આ અસાર સંસારમાં કઈ સાર નથી ભેગ ભેગવતા કેઈપણ જીવોને તૃપ્તિ થતી નથી ... પરંતુ તૃણ વધતી જ જાય છે. અતૃપ્ત વાસના અનેક પાપોની જડ છે. મિથુન સેવન એક એવું મહા પાપ છે કે જેની પાછળ સઘળા પાપો ખેંચાઈને આવે છે. આથી હે ભવ્ય પ્રાણીઓ ! જે શકય હોય તે, એ આપનાથી પાળી શકાય તે સર્વથા આ જીવન શૈથુનનો ત્યાગ કરી શુદ્ધ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો ત્યાગમાં જ કલ્યાણ છે. ભેગમાં તો સંસારની મહાપરંપરા છે. ચારિત્રનો સ્વીકાર કરીને મુક્તિ માર્ગ પર આગળ વધે. આ રીતે પ્રભુની દેશના સાંભળીને કંઈક ભવ્યાત્માઓ જે સમર્થ હતા, શક્તિમાન હતા. તેઓએ આજીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66