Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 36
________________ ૩૦૫ જીવનના કેઈ જ સમાચાર નથી. સર્વથા અજ્ઞાત છે. અંધકારથી ભરેલું જીવન છે અને આગળ તે મહા અંધારૂં...મોટા ખાડે છે આખરે અન્ત કયાં છે? લાખ યુવક-યુવતીઓ ગુપ્ત રોગથી પીડાય છે – પુનાની કેલેજમાં યુવક-યુવતીઓના લોહીની તપાસ કરાવાઈ. શારીરિક તપાસ કરી જેમાં ૭૦ ટકા થી ૮૦ ટકા પ્રતિશત કોલેજના યુવક યુવતીઓ ભયંકર ગુપ્ત રોગોથી પીડાય છે. એટલું જ નહીં. સ્કૂલેમાં નાની કિશોરાવસ્થાના નવયુવાન પોતાના યૌવનમાં પ્રવેશ કરતાં પહેલાં જ બરબાદીના શિકાર બની જાય છે. કઈ સ્કૂલેના હાયર સેકન્ડ્રી આદિ ૧૦-૧૧ માંના ધોરણના છેકરાઓની શારીરિક તપાસ કરાઈ તો તેમાં ૪૦ ટકા થી ૫૦ ટકા પ્રતિશત ગુપ્તરોગની બિમારીથી પીડિત જણાયા છે. આ છે આ દેશની રીતરસમ. કેવી તે શિક્ષણની નીતિઓ છે? દસમું–બારમું ધોરણ પાસ કરીને વિદ્યાથી આગળ કોલેજમાં પ્રવેશ મેળવવાને માટે પ્રયત્ન કરે છે. કેઈ વિશેષ. ' મેડિકલ આદિ શિક્ષણના હેતુથી જ્યાં જ્યાં તે તે વિષયની કોલેજ છે, ત્યાં પ્રવેશને માટે આવેદન પત્ર ભરીને, વિનંતિ પત્રથી પ્રયત્ન કરે છે. પરંતુ ત્યાં પણ નવા પ્રકારને ભ્રષ્ટાચાર છે. કોઈપણ રીતે ચાર-પાંચ હજાર સુધી લાંચ-રુશ્વત ખવડાવીને પણ પ્રવેશ મેળવે છે. પછી હોસ્ટેલે -બે ડગમાં રહેવું પડે છે જ-હોટલ અથવા કેન્ટીનેનું તેલ મરચાવાળું ભજન કરવું પડે છે. તામસિક પ્રકૃતિ બને છે. ૧૫–૧૬-૧૭ વર્ષની કિશોરાવસ્થાની નાદાન વયે બાલક માતા-પિતાના પ્રેમને છોડીને મિત્રોની સોબતમાં રહે છે. હવે વિચારો કે માતા-પિતા તરફથી મળનારા સંસ્કારોથી તે તે વંચિત રહે અને મિત્રો તરફથી જેવા વિચાર જેવા સંરકાર મળશે તેવું તેના જીવનમાં અમલીકરણ થશે, આજે સારા, કલ્યાણ મિત્રોને તે દુષ્કાળ હોય એવું લાગે છે. હેટલ મિત્ર, સિનેમા મિત્ર, ખેલ-કૂદના મિત્ર અને સ્ત્રી-મિત્ર આ મિત્રોની વચમાં બિચારો ન યુવક ફસાઈ જાય છે અને એ દિશામાં હળવા લાગે છે. હા, ઠીક છે, તે કોલેજનું શિક્ષણ પામશે. કેટલું પામશે? શું પામશે ? અને કેવી રીતે પામશે તે તો આપ જાણે જ છે. પૈસા ખવડાવીને પાસ થવાનું, અન્ય ભેટ આદિ આપીને પાસ થવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66