Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 17
________________ ૨૮૬ મુનિએ પીછે હઠ ન કરી સારી એવી તપશ્ચય વેચીને તે નિયાણું કર્યું અને આગામી જન્મમાં બ્રહ્મદત્ત ચક્રવતી થઈને અનેક પાપ કરીને સાતમી નરકમાં ગયા. અરે ! શું પરિણામ આવ્યું ? એક ક્ષણના ક્ષણિક સ્પર્શ સુખનું કેવું ભયંકર પરિણામ? આથી કામના ત્યાગી,રાગના ત્યાગી, વૈરાગી સાધુ આ પાંચે ઈન્દ્રિયોના ૨૩ વિષયને પણ ત્યાગ કરે આ પાંચ કામગુણેમાં આસક્ત ન થતાં તેને પીઠ કરીને ચાલે. એનાથી વિમુખ બનીને પોતાની સાધના કરે. પ્રભુ ભકિતમાં સિનેમાની તજને પણું ત્યાગ કરેઃ આજ એક મોટું દૂષણ એ ચાલી રહ્યું છે કે પૂજા-પૂજન અને એ પ્રમાણે મંદિરમાં જિનેશ્વર પરમાત્માની ભક્તિના સમયે જે સ્તવન એલાય છે એમાં કે એ સ્તવનોને ફિલમી રાગ ઉપર જમાવીને પછી બાલે છે. જે ફિ૯મ આપે જોઈ છે અથવા જે ગીત આપે સાંભળ્યું છે તેના રાગ ઉપર સ્તવન બનાવીને અથવા પ્રાચીન સ્તવનને તે રાગ ઉપર બેસાડીને બેસવું તે કયાં સુધી ઉચિત છે? એ વિચારણીય છે. તે રાગ, તે તબ પિતાને અને બીજાને સાંભળવાવાળાના મનને તે ફિલ્મ સુધી લઈ જશે. કેમકે આખરે બધાએ જોએલી તે ફિલ્મ હોય છે અથવા આખરે લેકેએ ૨૫૦૦ વાર કયાંય પણ સાંભળેલી હોય છે. પ્રેમીઓના પ્રેમનું ગીત છે. હવે પરિણામ શું આવશે? આંખની સામે ભગવાન જીભ પરથી શબ્દ તે ભગવાનના ભજનના નીકળશે પણ મન ત્યાં ફિલમનું દ્રશ્ય જોવામાં પડયું હશે ! સ્મરણ શક્તિ તે પ્રણય પ્રસંગને યાદ કરી રહી છે. ન તે ભાવ રહ્યો, ન ભક્તિ થઈ. એથી જે આ સુધારે કરાય કે અમે પ્રભુભક્તિના ભજનમાં તે ફિલ્મી ઢબને ન લઈએ અને માત્ર કંઠના જ રાગને મહત્વ ન આપતા હૃદયના ભાવને અધિક મહત્વ આપીએ તે અમારી ભક્તિ જરૂર ફળ આપનારી બનશે. સફળ–સાર્થક થશે. અમને અધિક લાભ અને આનંદ થશે. અમારા મનના રાગને અને બીજા સાંભળવાવાળાના રાગને પણ પિષણ નહીં મળે ખરેખર જોઈએ તે આ રીતે ચેથા વ્રતના સાધક–વૈરાગીને માટે પ્રણય ગીતના રાગ દિ દોષ રૂપ છે. પાક્ષિક સૂત્ર સ્પષ્ટ કહે છે કે – સા – જવા – રા - બંધr-wiાળ-વિચારણા मेहुणस्स वेरमणे एस वुत्ते अइक्कमे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66