Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 5
________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી સંવત્ ૧૯૪૪ના માગશર વદિ ૩ શુક્રવારના શુભ દિવસે થયો હતો. રૂગનાથભાઈ બડા સાહસિક વ્યાપારી હતા. તેમને ગઢડામાં અનાજની ધમધેકાર દુકાન ચાલતી હતી. કિસ્મતની યારી મળતાં તેમણે ચભાડીયા અને ભાવનગરમાં પણ દુકાન ખેલી. આવી રીતે તેઓ વ્યાપાર-ધંધે તથા કૌટુંબિક સુખથી તરબતર રહેવા લાગ્યા. પરંતુ આ દુનિયામાં એવા કેઈક જ ભાગ્યશાળી હોય છે કે જેઓ આખી જીંદગી દરેક પ્રકારે સુખી રહે. કુદરતને અટલ કાયદે છે કે, ભરતી પછી ઓટ અને ઉદય પછી અસ્ત અવશ્ય થાય છે. એક સરખા દિવસ કેઈન જતા નથી. લક્ષ્મીની ભરતી હતી તેને બદલે હવે ઓટને વારે આવ્યા. વ્યાપારમાં કાંઈક ખોટ આવવા લાગી અને કાંઈક કળખાદ પડવા લાગી. વળી પિતાના પુત્રો ભાઈ શ્રી હરજીવનદાસ વિગેરેને કેળવણું આપવાનું ગઢડામાં જોઈએ તેવું સાધન નહોતું, જેથી તેઓ પિતાના કુટુંબ સાથે ગઢડાથી ભાવનગર આવીને વસ્યા, અને ભાઈ હરજીવનદાસ વિગેરેને કેળવણી અપાવવાનું શરૂ કરી દીધું. છે વ્યવહારિક કેળવણી. ૪ • ભાઈશ્રી હરજીવનદાસે ભાવનગરમાં મામાના કોઠા પાસે આવેલી ગુજરાતી સ્કૂલમાં ગુજરાતી અભ્યાસ શરૂ કર્યો. પોતે બુદ્ધિશાળી હોવાથી દરેક વર્ગમાં ઉંચા નંબર રાખતા, વિનયશીલ હોવાથી સ્કુલના માસ્તરોની અમીદ્રષ્ટિના પાત્ર બન્યા હતા. ટાઈમસર સ્કૂલમાં જતા, અને ત્યાંથી છુટી સીધા ઘેર આવી અભ્યાસમાં જ દત્તચિત્ત રહેતા. આ સ્કૂલમાં કમસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 76