________________
વવાની વાત કરે છે, બીજી બાજુ અજ્ઞાન અને અંધશ્રદ્ધાના આવરણને ભેદીને જ્ઞાનને પ્રકાશ પાથરે છે, તે ત્રીજી બાજુ સાધર્મિક દાન, શીલપાલનના ઉપાય, તપનું ઔચિત્ય કે ભાવની યથાર્થતાનું આલેખન કરીને એ શ્રાવક-શ્રાવિકાને ઉત્કર્ષ કેમ થાય તેની ઝંખના પ્રગટ કરે છે. આથી જ આ. પ્રવચને એ આચાર્યશ્રીના ત્રણ મહાન આદર્શોના મનેમંથનમાંથી સાંપડેલા નવનીત સમાન છે.
આ ગ્રંથમાં બાહ્ય તપ અને આત્યંતર તપની યુગદશી આચાર્યશ્રીએ મામિક આલેચના કરી છે. શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટનાં પુસ્તકે માટે શ્રી સેમચંદભાઈ શાહ (નાયબી) અને કરમણ પરિવારને ઉમદા સહયોગ સાંપડેલો. છે. સમાજમાં સાચી ધર્મજાગૃતિ પ્રગટાવતા આવા ગ્રંથે. તો અમૂલ્ય જ ગણાય ને!
- મારપાળ દેસાઈ