Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ ( ટીકાકારના હૃદયોગાર) ‘વર્ષોથી લાખો લોકોને બાઇબલનો ઉપદેશ આપનાર પાદરીના હૈયામાં બાઈબલના વચનો વાસ્તવમાં વસ્યા છે કે નહીં ?' તેની પરીક્ષા કરવા યુવકે સામેથી આવી રહેલ પાદરીના ગાલે રાટાફ કરતો એક તમાચો માર્યો, તેનો પ્રતિકાર કરવાના બદલે પાદરીએ પોતાનો બીજો ગાલ નાસ્તિક યુવાન સામે ધરી દીધો. પેલા યુવાને ફરી બાગા બળથી એક થપ્પડ પાદરીના બીજા ગાલ પર મારી, જેના વળતા જવાબમાં પાદરીએ જડબાતોડ મુકકો એવા જોરથી પેલા નટખટી યુવાનના મોઢા પર લગાવ્યો કે તે 6૪માનાવાદી (વાનની બત્રીશી પડી ગઈ. યુવાને પાદરીને પ્રશ્ન કર્યો -> ‘કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમે તમારો બીજો ગાલ તેને ધરજો' આવા ઇશુખ્રિીસ્તના ઉપદેશને તમે શું ભૂલી ગયા ? શું તમે બાઇબલને બેવફા બન્યા ? પ્રત્યુત્તરરૂપે પાદરી પ્રકાશ્યા – પાગ, કોઈ બીજા ગાલ ઉપર તમાચો મારે તો શું કરવું ? એનો કોઈ ખુલાસો બાઇબલમાં નથી કરેલ. માટે હું બાઈબલને સંપૂર્ણતયા વફાદાર જ રહ્યો છું !!! પેલો યુવાન આભો બની ગયો. અવાચક થઈ ગયો. ઉપરોકત રમુજી પ્રસંગમાંથી એટલો બોધપાઠ તો અવશ્ય લેવા જેવો છે કે શાસ્ત્રના માત્ર શબ્દાર્થને હઠાગ્રહથી વળગી રહેનાર ક્યારેક પાદરીની જેમ શાસ્ત્રની એકાંતે આશાતના કરવાનું ઘોર પાપ કરી બેસે છે. ભવભીરુ મુમુક્ષુ આવી ગોઝારી અને ગંભીર ભૂલ કરી ન બેસે તે માટે સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાએ ઉપદેશપદ શાસ્ત્રમાં પદાર્થ-વાયાર્થ-મહાવાક્ષાર્થ - એ દંપર્યાર્થના કમે શાસ્ત્રની વ્યાખ્યા કરવાની બહુ ૧૪ સુંદર અને સચોટ પદ્ધતિ બતાવેલી છે. બુદ્ધિના આઠ ગુણોમાં પણ ઉહાપોહનો નિર્દેશ યોગદષ્ટિસમુચ્ચય વગેરે ગ્રંથોમાં મળે છે. શ્રદ્ધાનું કેન્દ્રસ્થાનમાં રાખીને શાસ્ત્રીય પદાર્થવિષયક જિજ્ઞાસા અને પૂર્વોત્તરગ્રંથાનુસંધાનપૂર્વક અનેક શાસ્ત્રોને ખ્યાલમાં રાખીને તેના અકાય - ત્રિકોઅબાધિત સમાધાનની ગુરુગમથી પ્રાપ્તિ-આ પ્રક્રિયાને ચાલના-પ્રત્યવસ્થાન એવી પારિભાષિક પદાવલી દ્વારા અનુયોગદ્વારસૂત્રની ટીકામાં વર્ણવેલી છે. ગાયને ગોવાળ વ્યવસ્થિત રીતે દોહે તો તે ગાય પૂરતું દૂધ આપે તેમ શાસ્ત્ર ભાગતા શિષ્ય તેટલા વ્યસ્થિત રીતે વધુ પ્રશ્નો કરે તેટલું ગુરુ પાસેથી વધુ જ્ઞાન મેળવી શકે. એટલું જ નહિ, કયારેક તો શાસ્ત્ર ભાગતાં ભાગતાં ગુરુને જીતી લેવાની ઈચ્છાથી પાગ શિષ્ય વક પ્રશ્નોની એવી ઝડી ગુરુ ઉપર વરસાવે કે શાસ્ત્ર ભાગતાં-ભાગાવતાં ગુરુ-શિષ્ય વચ્ચે હરિફાઈનું વાતાવરણ સર્જાય - એવું પાગ સંભવી શકે - એમ અટસહસ્ત્રીતાત્પર્યવિવરાણમાં મહોપાધ્યાયજીએ સ્પષ્ટ રીતે બતાવેલ છે. તે પણ મનનીય છે. તેથી ભાગાવનાર પૂછાતા પ્રશ્નોથી અકળાઈ જવાની જરૂર નથી, તેમજ ભાંગનારે પ્રશ્ન પૂછવામાં સંકોચ રાખવાની જરૂર નથી. આ પદ્ધતિથી પઠન-પાટન વર્તમાનમાં તો અતિઆવશ્યક હોગાય છે. સૂરિવર શ્રીસિદ્ધસેનદિવાકરજીએ તો સંમતિતર્ક ગ્રંથમાં ત્યાં સુધી વાત કહેલ છે કે સ્વપરદર્શનના શાસ્ત્રોનો યથાર્થ બોધ થયા વિના સમ્યગદર્શન પાગ સંભવી શકતું નથી, સમ્યક ચારિત્રની તો ક્યાં વાત કરવી ? વ્યવહારથી ચારિત્ર પાળવા છતાં નિશ્ચયથી ચારિત્રના શુદ્ધ ફળને તેઓ અનુભવી શકતા નથી. શાસ્ત્રોના તાત્ત્વિક રહસ્યાર્થને યથાર્થ રીતે પરિાગમાવ્યા વગર મળેલ ઉપલક શાસ્ત્રબોધ, પદવી, શિષ્ય પરિવાર, પ્રસિદ્ધિ વગેરે સ્વપરના તારક નહિ પણ મારક બની જાય છે અને પોતે જિનશાસનનો વૈરી બની જાય છે.- એવો ઉલ્લેખ ઉપદેશમાલા, સંમતિતર્ક, ૧૨૫ ગાથાનું સ્તવન વગેરે અનેક સ્થાને મળે છે. મહર્ષિ પતંજલિ ઉત્તમ તત્વને પામવા આગમ, અનુમાન અને યોગાભ્યાસ દ્વારા પ્રજ્ઞાને પરિશુદ્ધ કરવાની વાત ૧ગાવે છે". કેવલ શ્રદ્ધા અંધ છે તો કેવલ તર્ક પાંગળો (પંગુ) છે. તે બન્નેનું યુથોચિત મિલન થાય તો જ તાત્વિક ધર્મનગર પ્રાપ્તિ શક્ય બને. એ રીતે અનેક શાસ્ત્રસંદર્ભ ધારા એટલું તો નિશ્ચિત થાય છે કે શાસ્ત્રકાર મહર્ષિઓના આશયને સમવા, શાસ્ત્રના તાત્પર્યાર્થ-રહસ્યાર્થ-ગૂઢાર્થ -ઔદંપર્યાર્થિને સમ્યક રીતે ઓળખવા, નથયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ-શુદ્ધિ-વૃદ્ધિઅર્થે, શાસ્ત્ર અને શાસ્ત્રકારોની આશાતનાથી બચવા શાસ્ત્રીય તત્ત્વવિષયક મર્મવેધી જિજ્ઞાસા-પ્રશ્ર વગેરે મનમાં ઉદ્ભવવા એ અનિવાર્ય રીતે ઈચ્છનીય છે. તો ૧૪ તારક તીર્થંકર-ગાગધર ભગવંતોને સંમત રહસ્યાર્થની ઉપલબ્ધિ શક્ય છે. માટે – શાસ્ત્રીય વાતોમાં ‘નનુ નવ' ના કરાય, પ્રશ્ન-દલિલ ન થઈ શકે, ‘બાબાવાક્ય પ્રમાણં' <– આવી ભ્રમણાઓથી વેગળા રહેવાની જરૂર છે. સત્યનિષ્ઠતા અને સત્યાગ્રહ બન્ને વચ્ચે રાજા ભોજ અને ગાંગુતૈલી જેટલું અંતર છે. શાસ્ત્રના શબ્દાર્થ માત્રને વળગી રહેવું તે ૧૮ડતા છે, તેને સુધરેલી १. चालनारूपव्याख्यानभेदे तत्र शिष्याणां विजिगीषुताया अपि सम्भवात् । यथा यथा वामं वामेन वर्ते तथा तथा सूत्रमर्थं तदुभयं वा लभे इत्यादेः | केशि-प्रदेशिसम्बन्धे प्रसिद्धत्वात् । अष्टसहस्रीतात्पर्यविवरण - प्र. १२७. श्लो. ७ । २. नियमेण सइहंतो छक्काए भावओ न सद्दहइ । हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता ॥ सं.त.३/३८ । 3. चरण-करणप्पहाणा ससमयपरसमयमुकवावारा । चरण-करणस्स सारं णिच्छयसुद्धं न याणंति ।। सं. त. ३/६७ । ४. जह जह बहुस्सुओ संमओ य, सिस्सगणसंपरिखुडो य । अविणिच्छिओ य समए तह तह सिद्धंतपडिणीओ ॥ उप.माला-३२३/सं.त.३/६६ 1. आगमनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञा लभते तत्त्वमुत्तमम् ॥

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 366